www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

2019 ની લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણ ના સમીકરણો થયા તેઝ…. કોંગ્રેસ સાથે ભાજપ નેતાઓની ખાનગી મુલાકાત…..અંદરખાને ભાજપ કોંગ્રેસના નેતાઓમાં શુ થઈ રહી છે ખાનગી બેઠક….જુઓ સિટીવોચ ન્યુઝ…..

  2019 ની ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકારણ સક્રિય થઈ ગયું છે સાવરકુંડલા શહેર કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખના આંગણે ભાજપના દિગ્ગજ નેતાઓ મુલાકાત લેતા કોંગ્રેસના આંતરકલહ સામે ભાજપ ના નેતાઓની ઓચિંતી મુલાકાત નવા સમીકરણો તેઝ થઈ ગયાની ચર્ચા સંભળાઈ રહી .રાજકારણ માં કાયમી કોઈ શત્રુ નથી કે કાયમી કોઈ દોસ્ત નથી તે કહેવત સાવરકુંડલામાં સાકર થઈ છે સાવરકુંડલા શહેર કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ અને રઘુવંશી સમાજમાં આદરભર્યું સ્થાન ધરાવતા હસુભાઈ સૂચક ના ઘરે આજે ગુજકોમાસોલ ના ચેરમેન દિલીપ સંઘાણી, અમરેલીના 108 ગણાતા સાંસદ નારણ કાછડીયા, પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસિયા, અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયા સાથે ભાજપના મોવડી મંડળ ના અગ્રણીઓની મુલાકાત કાઈક નવાજ સમીકરણો સાકાર થઈ રહ્યાની ગતિવિધિ જણાઈ છે 2019 ની લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસના અગ્રણી હસુભાઈ સૂચક ના આંગણે કોંગ્રેસના ચાણક્ય ગણાતા મુરબ્બી નવીનચંદ્ર રવાણી ના પુત્ર અને કોંગ્રેસના રાજકોટના નિરીક્ષક ચંદ્રેશ રવાણી, બ્રહ્મ સમાજના અગ્રણી ગીરીશદાદા રાજ્યગુરુ સહિતના કોંગ્રેસના આગેવાનો સાથે ગુપ્ત થયેલી બેઠકમાં દિલીપ સંઘાણી અને સાંસદ નારણ કાછડીયા સહિતના ભાજપી નેતાઓએ નાસ્તા પાણી કરતા નવા જુનીના એંઘાણો સાકાર થઈ રહ્યાની પ્રતીતિ જોવા મળતી હતી હસુ સુચકના ઘર આંગણે નાગરિક બેંકના ચેરમેન અને અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ પરાગ ત્રિવેદી, નાગરિક બેંકના વાઇસ ચેરમેન અશ્વિન ઉપાધ્યાય, પાલિકાના પૂર્વ પ્રમુખ કેશુભાઈ વાઘેલા, ઉધોગપતિ ઘનશ્યામ ડોબરીયા, અરવિંદ માંગુકીયા, વીરદાદા જસરાજ સેનાના પ્રમુખ હિતેષ સરૈયા, સગર સમાજના મોભી હરીકાકા સગર, મુસ્લિમ સમાજના અગ્રણી મુસ્તાક જાદવ, પાલિકાના સદસ્ય ભરત પથ્થર અને કોળી સમાજના પ્રમુખ બટુક ઉનાવા સહિતના ભાજપ કોંગ્રેસના આગેવાનો આ ખાનગી મીટીંગમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અંદરખાને કાઈક રંધાઈ રહ્યું હોવાની વાતો વહેતી થઈ છે ત્યારે શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હસુભાઈ સુચકે કુટુંબી સંબંધો ના નાતે સંઘાણી અને સાંસદ પધાર્યાની જણાવ્યું હતું અંદર ખાને મળતી માહિતી મુજબ ભાજપના નેતાઓએ સાવરકુંડલા શહેરમાં કોંગ્રેસના આગેવાનો નેતાઓ વચ્ચે આંતરકલહ વધ્યો હોવાનો ફાયદો ભાજપ ઉઠાવીને આગામી 2019 માટે ની રણનીતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે  ભાજપી નેતાઓની મુલાકાત એક કાંકરે બે પક્ષી મારીને કોંગ્રેસને પછડાટ આપવાની રાજનીતિ છે કે પછી કોંગ્રેસના નેતા હસુ સૂચક અને ચંદ્રેશ રવાણી ની કાઈક અલગ જ રાજરમત છે તેતો સમય જ કહેશે.