www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

છેલ્‍લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલી

મ્‍હે.પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓ દ્રારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા અંગે તા.૧૯/૯/૧૮ થી તા.૨૫/૯/૧૮ સુધી ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જે અન્વયે પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલી નાઓએ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલીના પો.સબ ઇન્‍સ. એસ.આર.શર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્‍કોર્ડ અમરેલીના અના.એ.એસ.આઇ. બળરામભાઇ પરમાર તથા હેડ કોન્‍સ. શ્‍યામકુમાર બગડા તથા હેડ કોન્‍સ.સુરેશભાઇ દાફડા તથા પો.કોન્‍સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્‍સ. જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્સ. દિક્ષીતભાઇ રામાણી તેમજ જાફરાબાદ પો.સ્ટે.ના અના. હેડ કોન્સ. પી.ડી.કલસરીયા તથા પો.કોન્સ. વિજયભાઇ બારૈયા નાઓ દ્રારા સંયુકત રીતે ગીરસોમનાથ જીલ્લાના ઉના પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૬૦૨/૧૬ પ્રોહી ક.૬૬બી,૬૫એઅઇ,૧૧૬બી,૯૮,૯૯,૮૧ વિ. મુજબના કામેનો છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો અને પકડવાનો બાકી આરોપી શામજીભાઇ ઉર્ફે લુખ્ખો નારણભાઇ ચૌહાણ રહે.કોળીવાડ જાફરાબાદ જી.અમરેલી વાળાને આજરોજ તા.૧૯/૯/૧૮ ના રોજ ચોક્કસ બાત્‍મી આધારે જાફરાબાદ ટાઉન માંથી પકડી પાડી ગીરસોમનાથ જીલ્લાના ઉના પોલીસ સ્ટેશનને આરોપી સંભાળી લેવા  જાણ કરી જાફરાબાદ ટાઉન પોલીસને આગળની ઘટતી કાર્યવાહી કરવા સોંપી આપેલ છે.

આમ અમરેલી પેરોલ ફર્લો સ્કોર્ડ તથા જાફરાબાદ પોલીસે બહારના જીલ્લાના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડી પ્રશંશનીય કામગીરી કરેલ છે.