www.citywatchnews.com

Just another WordPress site

ગુજરાત

વડાપ્રધાન મોદીના ૬૯મા જન્મદિન પ્રસંગે ‘‘જનસેવક-જનહિતના સંદેશ’’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

ગુજરાતના ગૌરવ, રાષ્ટ્રસેવામાં રાત-દિવસ કાર્યરત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જીવનપ્રેરક સંદેશ અને લોકહિતકારી નીતિઓને સ્પષ્ટ કરતું જાણીતા શિક્ષણવિદ્ અને કટાર લેખક ડૉ.જગદીશ ભાવસાર લીખિત ‘‘જનસેવક-જનહિતના સંદેશ’’ પુસ્તકનું વિમોચન ગુજરાત રાજયના સંવેદનશીલ અને પ્રજાવત્સલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજરોજ કર્યું હતું.  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે જનકલ્યાણકારી યોજનાઓ, જીવન ઘડતર કરતી, વ્યકિત નિર્માણ કરતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરક વાતોને સકારાત્મક અભિગમ સાથે વિશ્લેષણ કરી મુકવાની ડૉ. જગદીશ ભાવસારની કાર્યશૈલીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. શ્રી રૂપાણીએ પુસ્તક જાહેર જીવનમાં કાર્ય કરતા લોકોને પ્રેરણારૂપ નીવડશે તેવી શુભેચ્છા પાઠવી હતી.