www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા કર્મચારીઓની મુખ્ય માંગણીઓના સંદર્ભમાં વિરોધ પ્રદર્શન

એન.એફ.આઈ.આર.(NFIR) વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ (WRMS) દ્વારા તા.૧૯/૯/૨૦૧૮ રોજ કેન્દ્રિય કર્મચારીઓની મુખ્ય
માંગણીઓ પ્રત્યે સરકાર દ્વારા થઈ રહેલ ઉપેક્ષાને લઈને સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘના જનરલ સેક્રેટરી શ્રી જે.જી માહુરકાર (દાદા)ની આગેવાની હેઠળ સમગ્ર વેસ્ટર્ન રેલ્વેમાં ધરણા તેમજ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેના ભાગરૂપે ભાવનગર ડિવિજનમાં પણ ભાવનગર સ્ટેશન પર સાંજે 6:15 કલાકે બાંદ્રા ટ્રેન પર સૂત્રોચાર કરવામાં આવશે. આ ઉપરાંત ભાવનગર ડિવિજનના જેતલસર,જુનાગઢ,બોટાદ વગેરે સ્ટેશનો પર પણ દેખાવો કરવામાં આવશે. નીચેની મુખ્ય માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

–  ન્યુ પેન્શન સ્કીમ દૂર કરીને જૂની સ્કીમ લાગુ કરવી.
–  મિનિમમ પગાર ૧૮,૦૦૦ થી વધારીને ૨૧,૦૦૦ રૂપિયા કરવો
–  પગારની ફિટમેંટ ફોર્મુલામાં સુધારો કરવો
–  તમામ સેફટી કેટેગરીના કર્મચારીઓને રિસ્ક એન્ડ હાર્ડશીપ એલાઉન્સ આપવું.
–  સેફટી કેટેગરીમાં લાંબા સમયથી પડેલ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી
–  રેલવેમાં ખાનગીકરણ બંધ કરવું
–  તમામ કેટેગરીઓના ગ્રેડ-પેમાં રહેલ વિસંગતતાઑ દૂર કરવી
–  રનીંગ સ્ટાફને મળતા કિલોમીટરેજ એલાઉન્સના દરમાં સુધારો કરવો
–  ટ્રેકમેઈન્ટર કેટેગરીને ૧૦:૨૦:૨૦:૫૦ પ્રમાણે અપગ્રેડેશનનો લાભ આપવો
–  સુપરવાઈઝર કેટેગરીને ૪૬૦૦ ગ્રેડ પે ને બદલે ૪૮૦૦ ગ્રેડ પે આપવો