www.citywatchnews.com

Just another WordPress site

અમરેલી

ગુજરાતની સહકારી પ્રવૃતિ દેશ અને વિશ્‍વ માટે પથદર્શક બની રહી છે : કેન્‍દ્રિય ગૃહ મંત્રીરાજનાથસિંહ

અમરેલી ખાતે પાંચ સહકારી સંસ્‍થાઓની સંયુકત
યોજાયેલી વાર્ષિક સાધારણ સભા અને સહકાર સંમેલનમાં અધ્‍યક્ષસ્‍થાનેથી ઉદબોધન
કરતાં કેન્‍દ્રીય ગૃહ મંત્રીશ્રી રાજનાથસિંહએ જણાવ્‍યું કે કેન્‍દ્ર સરકાર સહકારી પ્રવૃતિને
પ્રોત્‍સાહન આપે છે. ગુજરાત અને મહારાષ્‍ટ્રમાં સહકારનો રોપાયેલ છોડ આજે પુરા
ભારતમાં વટવૃક્ષ બની ગયેલ છે. આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે ખેડૂતો અને કૃષિક્ષેત્રને
આત્‍મનિર્ભર બનાવવામાં સહકારી પ્રવૃતિનું યોગદાન બહુજ મોટું છે. સહકારી
પ્રવૃતિઓએ હરીત અને શ્વેત ક્રાંતિમાં સૌથી વધુ સહકાર આપીને મોટું યોગદાન આપેલ
છે.ગૃહમંત્રીશ્રી રાજનાથસિંહ એ વધુમાં જણાવ્‍યું હતું કે સહકારી સંસ્‍થા/સહકારી બેંકોએ
ખેડૂતોને શાહુકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવીને ઝીરો ટકા અને નજીવા વ્‍યાજે
ખેડૂતોને ધિરાણ કરે છે. કેન્‍દ્ર સરકાર આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક
બમણી થાય તે અભીગમથી તેમજ ભારતનો એક પણ નાગરિક આવાસ વગરનો ન રહે
તે અભિગમથી કાર્ય કરી રહી છે. સહકારી ક્ષેત્રએ કૃષિ સાથે હાઉસીંગ સહિતના ક્ષેત્રોમાં
પણ કામ કરવાની આવશ્‍યકતા છે.
ગૃહમંત્રીશ્રીએ ગુજરાતના સહકારી પ્રવૃતિની અને જિલ્‍લામાં જિલ્‍લા બેંક
સહિતની સંસ્‍થાઓની કામગીરીની સરાહના કરીને અભિનંદન આપ્‍યા હતા. ગૃહમંત્રીએ
જણાવ્‍યુંકે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકાર કૃષિક્ષેત્રને
પ્રાથમિકતા આપીને કાર્ય કરી રહી છે. સહકાર આંદોલન-પ્રવૃતિઓ એ એક સંસ્‍કાર છે
અને આ સંસ્‍કાર પરસ્પરને જોડે છે. પરસ્‍પર પ્રેમ અને ભાઇચારાથી જોડાવાથી કેટલી
સફળતા મળે છે એ ગુજરાત ની ભૂમિમાં જોવા મળે છે.
ભારતની સહકારી પ્રવૃતિઓની સફળતાને જોઇને વિશ્‍વના અન્‍ય દેશો પણ
સહકારી પ્રવૃતિને અપનાવતા થયા છે. તેઓ કોર્પેારેટ ક્ષેત્રમાંથી કો-ઓપરેટીવ તરફ
વળી રહયા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કૃષિ ક્ષેત્રનો વધુમાં વધું વિકાસ થઇ રહયો છે
અને આપણા ખેડૂતો વિશ્‍વની બજારમાં સ્‍થાન બનાવી રહયા છે. ભારતમાં સહકારી
પ્રવૃતિનું ભવિષ્‍ય ખુબજ ઉજ્જવળ છે. આ ક્ષેત્રે ખુબજ અસરકારક કામ કરેલ છે.
ખેડૂતોનું ભવિષ્‍ય બનશે તેને દુનિયાની કોઇ જ તાકાત રોકી શકશે નહિ. આ પ્રસંગે
કેન્‍દ્રીય રાજયકૃષિ મંત્રીશ્રી પુરસોતમભાઇ રુપાલાએ ગુજરાતમાં લાખો લોકોને રોજગારી
આપવામાં સહકારી ક્ષેત્રના મહત્‍વપૂર્ણ યોગદાનને બિરદાવી ગુજરાતમાં થઇ રહેલી
સહકારી પ્રવૃતિ દેશમાં મોડેલરૂપ હોવાનું ગૌરવભેર જણાવ્‍યું હતું. તેમણે ભારત
સરકારની કૃષિ વિષયક વિવિધ યોજનાઓને ચિતાર આપીને ખેડૂતોને પોષણક્ષમ ભાવો
મળે તેની વિસ્તૃત સમજ આપી હતી. કૃષિક્ષેત્રે કેન્દ્ર તેમજ રાજય સરકારે ઉદાર વલણ
અપનાવ્યું છે. ત્યારે દરેક ખેડૂત તેનો બહોળો લાભ મેળવે તેમ અનૂરોધ કર્યો હતો.
રાજયના કૃષિ મંત્રીશ્રી આર.સી. ફળદુએ રાજય સરકાર કૃષિવિકાસ માટે હરહંમેશ
કટ્ટીબધ્‍ધ હોવાનું જણાવતાં ઉમેર્યુ હતું કે રાજય સરકારે ખેડૂતોના કૃષિ વીજબિલમાં
સહાય પેટે રૂા.૫૩૦૦ કરોડની સહાય ચુકવી છે.

કાર્યક્રમના પ્રારંભે બેંકના ચેરમેન અને પૂર્વ સાંસદશ્રી દિલીપભાઇ સંધાણીએ
જિલ્‍લામાં સહકારી પ્રવૃતિની વિસ્તૃત રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે કેન્‍દ્રીય ગૃહમંત્રીશ્રી રાજનાથસિંહના હસ્‍તે ઇન્ડીયન ઓઇલ
કોર્પેરેશનના સહયોગથી પ્રજાજનોની તબીબી સહાય માટે પાંચ એમ્‍બ્‍યુલન્‍સ વાન
અને અમરેલી મધ્‍યસ્‍થ સહકારી બેંક લી. મોબાઇલ એ.ટી.એમ.નું લોકાર્પણ કરવામાં
આવ્‍યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વિમા યોજના, સહકારી સંસ્‍થાના
સભાસદોના અકસ્‍માત મૃત્‍યુ વિમા યોજનાના લાભાર્થીઓને તથા શ્રેષ્‍ઠ દુધ ઉત્‍પાદક
સહકારી સંસ્‍થાઓને સહાય ચેક અર્પણ કરાયા હતા.
આ પ્રસંગે સમરસતા ની સુવાસ –દલીત ચેતના રથ પુસ્‍તીકાનું વિમોચન
કરવામાં આવ્‍યું હતું. પ્રારંભે સ્‍વાગત પ્રવચન શ્રી ડી.એ.કોઠીયા અને આભાર દર્શન
અમર ડેરીના મેનેજરશ્રી પટેલે કર્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ જિલ્‍લા મધ્‍યસ્‍થ સહકારી બેંક, જિલ્‍લા સહકારી દુધ
ઉત્‍પાદક સંધ(અમર ડેરી), જિલ્‍લા સહકારી સંઘ, જિલ્‍લા ખરીદ વેંચાણ સંઘ અને
ગુજરાત મહિલા ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટી લી. વગેરેની વાર્ષિક સાધારણ સભાના
ઉપક્રમે યોજાયેલ હતો.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, અમર ડેરીના શ્રી અશ્‍વીનભાઇ
સાવલીયા, પૂર્વ ધારાસભ્‍યશ્રી મનસુખભાઇ ભૂવા, બાવકુંભાઇ ઉધાડ, બાલુભાઇ તંતી,
કાર્યકરશ્રી કૌશીકભાઇ વેકરીયા, શરદભાઇ લાખાણી, ગીતાબેન સંઘાણી, ભાવનાબેન
સંસ્થાના સભ્‍યો, અગ્રણીઓ તથા વિશાળ સંખ્‍યામાં ભાઇઓ તથા બહેનો ઉપસ્‍થિત
રહયા હતા.