www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

કોટડાસાંગાણીના રાજપરાની સીમમાંથી આઠ ફુટ લાંબો અજગર જડપાતા ખેડુતોમા ભયનો માહોલ છવાયો હતો.

[wpdevart_youtube]ryNJdrJnUMo[/wpdevart_youtube]સામાન્ય રીતે વન્ય જીવો વધુ પડતા ગીર પંથક અને જંગલ વિસ્તારમા જોવા મળતા હોય છે પરંતુ ઘણી વખત તેઓ અન્ય વિસ્તારમા પણ દેખા દેતા હોય છે ત્યારે તાજેતર માંજ રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી પંથકમા વન્ય જીવ દ્રારા ભાડુઈ ગામે બે વાછરડાનુ મારણ કરવાની વાત લોકોને ભુલાઈ નથી ત્યાજ ફરી કોટડાસાંગાણીના રાજપરાની સીમમા આઠ ફુટ લાંબો અજગર જોવા મળતા ખેડુતોમા ભયનો માહોલ ઉભો થયો હતો. રાજપરાની સીમમા રમેશભાઈ સરધારાની વાડીમા મગફળીમા રાત્રીના દસ વાગ્યાના સુમારે પીયત કરી રહેલા મુળ એમપીના રાજુભાઈ નામના મજુરને આઠ ફુટ લાંબો અજગર ધ્યાને ચડતા તેઓના હોંસ ઉડી ગયા હતા.અને તેઓએ તુરંત વાડિ માલીક  રમેશભાઈ જાણ કરતા તેઓએ ગામ લોકો ને.જાણ કરી તેઓ વાડીએ દોડી ગયા હતા અજગર નીકળવાની વાત વાયુ વેગે ગામમા ફેલાતા ગામ લોકોના ટોળા રાત્રીના વાડીએ એકત્ર થયા હતા અને વન વિભાગને જાણ કરી ત્યારબાદ આ અજગર કોઈપણ જીવને હાની ન પહોચાડે તે માટે મહા મુસીબતી કોઈપણ સંજોગે અજગરને ગામ લોકોએ બારદાનમા પુરી દિધુ હતુ અને સવારે દસ વાગ્યે વન વિભાગના કર્મચારીઓએ અજગરનો કબ્જો લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો