www.citywatchnews.com

Just another WordPress site

અમરેલી રાષ્ટ્રીય

અગરતલા ખાતે નાબાર્ડની બેઠક દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતિમાં યોજાઈ

દેશના રાજયોને સહકારી પ્રવૃતિમાં વધુમાવધુ સામેલ કરવા, ગ્રાહકસેવા સુલભ બનાવવાના ઘ્‍યેય સાથે નાબાર્ડની કો-ઓપરેટીવ બકીંગ સીસ્‍ટમઅંગેની એકઝીકયુટીવ મીટીંગ દેશના ભારત-બાંગલાદેશની બોર્ડર પર આવેલ ત્રિપુરા રાજયના પાટનગર અગરતલા ખાતે યોજાય જેમા નાફસ્‍કોબના ચેરમેન દિલીપ સંઘાણી સહિત સમગ્ર દેશ માંથી પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રભ હતા. બેંકીગ સીસ્‍ટમની સેવાઓ દ્વારા વિકાસની કેડી કંડારવાના પ્રયાસરૂપ યોજાયેલ મીટીંગમા નાફસ્‍કોબના એમ. ડી. ભીમા સુબ્રમણ્‍યમ્‌, સ્‍ટેટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ અને સીઈઓ આ તકે ખાસ ઉપસ્‍થિત રભ હતા. ત્રિપુરા રાજયના સહકારી એકમે આ પ્રવૃતિમા ઉંડો રસ દાખવેલ, સ્‍થાનિક સહકારી આગેવાનો સાથે મંતવ્‍યોની આપ-લે કરવામાં આવી હતી તેમ અખબારી યાદીમાં જણાવયેલ છે.