www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા પર બ્રેક : લોકોને રાહત

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો આજે રોકા ગયો હતો. આજે ભાવમાં કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો. જેથી કિંમત યથાવત રહી હતી. મુંબઇ અને દેશના કેટલાક ભાગોમાં પેટ્રોલની કિંમત હજુ ૯૦ રૂપિયાથી વધારે છે. ઓપેક દેશોએ ક્રુડ પ્રોડક્શન વધારી દેવાનો ઇન્કાર કર્યો છે. આની સાથે જ ભારત સહિતના આયાત પર આધારિત રહેલા દેશોને વધારે મોટો ફટકો પડ્યો છે. કારણ કે ઓપેકના ઇન્કારથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં હજુ વધુ વધારો કરાશે. તેના નિર્ણયના કારણે ક્રુડ ઓઇલની કિંમત ૮૦ ડોલર પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગઇ છે.આજે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાનો દોર જારી રહ્યો છે. આજે ભાવ વધારો ઝીંકવામાં આવ્યા બાદ દેશના વાણિજ્ય પાટનગર ગણાતા આજે કોઇ વધારો કરવામાં ન આવ્યા બાદ મુંબઇમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર ૯૦.૨૨ રૂપિયા અકબંધ રહી હતી. આવી જ રીતે ડીઝલની કિંમત પ્રતિ લીટર ૭૮.૬૯ રહી હતી. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૮૨.૮૬ જ્યારે ડીઝલની કિંમત ૭૪.૧૨ની સપાટીએ અકબંધ રહી હતી. દેશભરમાં પેટ્રોલિયમ પેદાશોમાં વધી રહેલી કિંમતોના કારણે સરકાર અને વિપક્ષ આમને સામને છે. વિરોધ પક્ષો દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં કાપની માંગ કરવામાં આવી રહી છે. ભાવ વધારા સામેના વિરોધમાં ગયા સોમવારે કોંગ્રેસ અને અન્ય પક્ષોએ ભારત બંધની હાકલ કરી હતી.પેટ્‌લ અને ડીઝલના વધતા જતા ભાવ વચ્ચે હાલમાં સરકારની વ્યાપક ટિકા થઇ રહી છે. મોદી સરકારથી મધ્યમ વર્ગ નાખુશ છે. આ વધતા જતા ભાવના કારણે મોદી સરકારને લોકસભાની ચૂંટણીમાં મોટી કિંમત ચુકવવી પડી શકે છે. કારણ કે મોટા ભાગની જીવન જરૂરી ચીજાની કિંમતમાં હાલમાં વધારો થયો છે. આના કારણે તમામ લોકોના બજેટ બગડી ગયા છે. આગામી દિવસોમાં પણ મોંઘવારીના કારણે સામાન્ય લોકોને પરેશાન રહેવાની ફરજ પડી શકે છે. કારણ ક્રુડની કિંમત તો હાલમાં વધી રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરત વધારો જારી રહેલાત સરકાર પણ ચિંતાતુર છે. જા કે પગલા લેવા માટે સરકાર તરફથી કો નક્કર ખાતરી આપવામાં આવી રહી નથી. જે લોકોને હેરાન કરે છે. ઓપેક દેશોએ ઉત્પાદન ન વધારી દેવાની વાત કર્યા બાદ ભારત સહિતના દેશોના લોકોને આગામી દિવસોમાં વધારે કિંમત ચુકવવા માટે તૈયાર રહેવુ પડશે.ભારત દ્વારા તેની ક્રૂડ ઓઇલ પૈકીની ૮૦ ટકાની આયાત કરે છે. પેટ્રોલની કિંમતો છેલ્લા એક મહિનાના ગાળામાં છ ટકાથી પણ વધુ વધી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ડિઝલની કિંમતમાં પણ આઠ ટકાનો વધારો થઇ ચુક્યો છે. તેલ કંપનીઓએ પાંચમી સપ્ટેમ્બરને બાદ કરતા ૨૬મી ઓગસ્ટથી ૧૮મી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો કર્યો છે. હાલમાં ક્રૂડની કિંમત વધતા અને ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થતાં કંપનીઓ માટે ક્રૂડની આયાત મોંઘી થઇ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના કારણે તમામ રાજ્યો પર દબાણ આવી રહ્યુ છે. આ દબાણ વચ્ચે કેટલાક રાજ્યો વેટમાં ઘટાડા કરી ચુક્યા છે. જેમાં રાજસ્થાન અને આંધ્રપ્રદેશ બાદ હવે પશ્ચિમ બંગાળમાં વેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી આ ત્રેણય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. ભાવ વધારાને લઇને સરકારની ચારેબાજુ વ્યાપક ટિકા હાલમાં થઇ રહી છે. એમ માનવામાં આવે છે કે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં હજુ વધુ વધારો કરવામાં આવી શકે છે.જાકે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં કોઈ વધારો
કરવામાં આવ્યો ન હતો. જેથી એવી અટકળો ચાલી રહી છે કે ચાર રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન સરકાર તેલની કિંમતો પર અંકુશ મુકશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ, બંગાળે પહેલાથી પેટ્રોલ-ડિઝલ કિંમત પર વેટ ઘટાડ્યો છે.