www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

સગીર બાળાને લલચાવી- ફોસલાવી ભગાડી લઇ જવાનાં ગુન્હામાં પકડવાનાં બાકી આરોપીને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,  લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ.

જે સુચના મુજબ ભાવનગર, એલ.સી.બી. સ્‍ટાફનાં માણસો આજરોજ ભાવનગર શહેર વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન *હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ બી.ગોહિલ તથા પો.કો. સત્યજીતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, પાલીતાણા રૂરલ પો.સ્ટે. I ગુ.ર.નં.૨૮/૧૮ ઇ.પી.કો.કલમઃ- ૩૬૩,૩૬૬ મુજબનાં ગુન્હાનાં કામે નાસતો ફરતો આરોપી આ કામનાં ભોગ બનનાર બાળાને લઇને લાલાભાઇ રહે.ચિત્રા,માર્કેટીંગ યાર્ડની પાછળ, મફતનગર, ભાવનગર ખાતે ભાડાનાં મકાનમાં રહે છે.* જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં આરોપી રવિરામ ઉર્ફે રવિ તુલશીદાસ પરમાર ઉ.વ.૨૩ રહે.મુળ ગામ-ફરીયાદકા રોડ,ભીકડા તા.ઘોઘા જી.ભાવનગરવાળા સાથે ભોગ બનનાર બાળા હાજર મળી આવેલ.જેથી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને બોરતળાવ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ.

આ બનાવ અંગે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થયેલ હોય.જે ભોગ બનનાર બાળા તથા આરોપીને પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.

*આમ, સગીર બાળાને લલચાવી- ફોસલાવી ભગાડી લઇ જવાનાં ગુન્હામાં પકડવાનાં બાકી આરોપીને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.*

*_આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ., એલ.સી.બી., ભાવનગર તથા એલ.સી.બી. સ્ટાફનાં અનિરૂધ્ધસિંહ રાણા, આઇશાબેન બેલીમ, પૃથ્વીરાજસિંહ ગોહિલ,  સત્યજીતસિંહ ગોહિલ, ઇમ્તિયાઝખાન પઠાણ તથા ડ્રાયવર મહેશભાઇ ભેડા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં._*