www.citywatchnews.com

Just another WordPress site

ગુજરાત

કોંગ્રેસે ગુજરાતને બદનામ કરવા સતત ષડયંત્રો કર્યા :  ભરત પંડ્યા

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ગુજરાત અને ગુજરાતના નેતૃત્વને બદનામ કરવા માટે કોંગ્રેસ એક ચોક્કસ પ્રકારની ડિઝાઈન સાથે ગુજરાત વિરોધી ષડયંત્ર સાથે ચાલી રહી છે. કોંગ્રેસની દરેક પ્રવૃતિઓમાં રહેલ વિકૃતિઓને ગુજરાતની જનતા જોઈ રહી છે. કોંગ્રેસ દ્વારા કોઈને કોઈ વર્ગને ઉશ્કેરીને વાદવિવાદ ફેલાવવો. કોઈ જ્ઞાતિ કે સમાજને વારા ફરથી ઉશ્કેરીને વેરઝેર ઊભું કરવું. કોઈને કોઈ ઘટનાને રાજકીય ઘટનામાં ફેરવીને હિંસા દ્વારા અશાંતિ ફેલાવવી. આ બધાં જ ઘટનાક્રમો જોઈને ગુજરાતની જનતા માને છે કે, કોંગ્રેસ વાદ,વિવાદ,વેરઝેરની આયોજક છે, કોંગ્રેસ જાતિવાદ, કોમવાદ, પ્રાંતવાદ અને આતંકવાદની સમર્થક છે. ગુજરાતની શાંતિ, એકતા અને વિકાસમાં હમેશાં કોંગ્રેસ અવરોધક છે. ગુજરાતની પ્રેમ અને એકતા તેમજ શાંતિ, અસ્મિતા અને અહિંસાની ઓળખને બદનામ કરવા કોંગ્રેસની ભૂમિકા ઘાતક છે.પરંતુ ગુજરાતની જનતા તેનાં કોઈપણ બદઈરાદાઓને ફાવવાં દેશે નહિં. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાનીમાં ચાલતી ભાજપ સરકાર ગુજરાતમાં રહેતા તમામ લોકોને સુરક્ષા આપવા કટીબદ્ધ છે. અશાંતિ ફેલાવનારની સામે કાયદો કાયદાનું કામ કરશે. ગુજરાતની જનતા કોંગ્રેસનાંધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના નેતાઓના ઉશ્કેરણીજનક ભાષણો, હિંસાત્મક આંદોલનનાં ષડયંત્રો સારી રીતે જાણી ચુકી છે. કોંગ્રેસ ખુલ્લી પડી છે તેથી ચારેબાજુથી જનતાનો કોંગ્રેસ સામે ફીટકાર થઈ રહ્યો છે અને એટલે કોંગ્રેસના નેતાઓ ભાજપ ઉપર જૂઠ્ઠા આક્ષેપો કરે છે. પંડયાએ જણાવ્યું હતું કે, એકબાજૂ નરેન્દ્ર મોદીની સરકાર સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજ્યંતિની ઉજવણી કરીને તેમના વિચારોનો વિસ્તાર થાય તેવા કાર્યક્રમો કરી રહી છે જયારે બીજી બાજૂ કોંગ્રેસ ગાંધીજીના ગુજરાતમાં હિંસા દ્વારા અશાંતિ અને અરાજકતા ફેલાવવા માંગે છે. ગુજરાતીઓ સમગ્ર વિશ્વમાં પથરાયેલા છે. નરસિંહ મહેતા રચિત અને ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવજનતો તેને રહે કહીએ સમગ્ર દેશ અને દુનિયામાં ગવાઈ રહ્યું છે. કોંગ્રેસ બીજા રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ પ્રકારના આંદોલન, હિંસા દ્વારા ગુજરાતની જનતાને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે.