www.citywatchnews.com

Just another WordPress site

અમરેલી

વિદ્યાસભા સ્‍કૂલ કેમ્‍પસમાં ઉજવાયો નવલો નવરાત્રિ મહોત્‍સવ

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક/ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળા તેમજ ચંપાબેન વસંતભાઈ ગજેરા માઘ્‍યમિક શાળા- ગુજરાતી તેમજ અંગ્રેજી માઘ્‍યમના સંયુકત ઉપક્રમે ભાતીગળ રાસ ગરબા મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
મૉં આદ્યાશકિતની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી ભારતીય સંસ્‍કૃતિએ તહેવારોની સંસ્‍કૃતિ છે. તહેવારો, ઉત્‍સવો આનંદ અને ખુશીઓ લાવે છે. સાથે-સાથે સમસ્‍ત માનવ મહેરામણમાં તાજગીનો સંચાર કરે છે. આવા ઉમદા હેતુને ઘ્‍યાનમાં લઈ વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સાથે ધાર્મિક તેમજ સાંસ્‍કૃતિક મહત્‍વ વધે તે માટે શાળા દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની શરૂઆત સંસ્‍થાના વ્‍યવસ્‍થાપકના વરદ્‌ હસ્‍તે માં જગદંબાની આરતી દ્વારા કરવામાં આવી હતી. આશરે ર000 વિદ્યાર્થીઓએ રાસ-ગરબા મહોત્‍સવમાં ભાગ લઈ સમગ્ર વાતાવરણનેઉલ્‍લાસમય બનાવ્‍યું હતું. પરંપરાગત પોશાકમાં રાસ ગરબાની રમઝટથી વાતાવરણ અલૌકિક બની ગયુ હતું. ગુજરાતના સાંસ્‍કૃતિક વારસાને જીવંત રમખવા માટે વિદ્યાસભા સ્‍કૂલ તમામ તહેવારોની આસ્‍થાભેર ઉજવણી કરી બાળકોને તહેવારના મહત્‍વ સમજાવી ઉત્‍સવ પ્રત્‍યે શ્રઘ્‍ધા,ભાવ નિર્માણ થાય તેવા સતત પ્રયાસો કરવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.