www.citywatchnews.com

Just another WordPress site

અમરેલી

સહકારી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડીટ સોસાયટી ગૃહઉદ્યોગ પ્રારંભ

અમરેલી ખાતે શ્રી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડીટ એન્‍ડ કન્ઝુમર્સ કો.ઓ. સોસાયટી લી.દ્વારા ચાલતી પ્રવૃત્તિમાં  એક નવુ છોગુ ઉમેરાયુ આજરોજ અમરેલી જીલ્લા બેંક ખાતે  ર5 પ્રકારના અલગ-અલગ મુખવાસનું લોન્‍ચીંગ સહકારી  રાષ્‍ટ્રિય અગ્રણી દિલીપભાઈ સંઘાણી તેમજ નારણભાઈ કાછડીયા, અશ્વિનભાઈ સાવલીયાની ઉપસ્‍થિતીમા કરવામા આવ્‍યુ હતું . જે હવેથી જીલ્લાના તમામ એસ.જી. શોપીંગ મોલમાં ઉપલબ્ધ રહેશે.
કુ.ભાવનાબહેન ગોંડલીયાની આગેવાનીમા મંડળી ફરા સતત જીલ્લા મહિલાઓને રોજગારી મળી રહે છે તેમા વધારો કરવા હવેથી ર5 જેટલા અલગ-અલગ નવા ટેસ્‍ટમા મુખવાસ બનાવવામા આવ્‍યા છે અત્રે ઉલ્લેખનીય  છે કે, આ સંસ્‍થા ફરા સભાસદોને આકર્ષક ડીવીડન્‍ડ તેમજ ભેટ આપવામા આવે છે અને થાપણ ઉ5ર વાર્ષિક  1ર ટકા જેવુ વ્‍યાજ ચુકવવામા આવે છે. આગામી દિવસોમા જીલ્લાની  પાંચ હજાર જેટલી મહિલાઓને રોજગારી આપવાની નેમ સાથે આગળ વધવાનો વિશ્વાસ મંડળીના ચેરપર્સન  કુ. ભાવનાબહેન ગોંડલીયાએ વ્‍યકત કર્યો  હતો.

આ તકે મુકેશભાઈ સંઘાણી,ડો.આર.એસ.પટેલ,બી.એસ.કોઠીયા, જીલ્લા મઘ્‍યસ્‍થ બેંકના ડીરેકટરો, અમર ડેરીના ડીરેકટરો તેમજ સહકારી આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા.