
રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિ વિભાગ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર અને અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે. માનસિક ક્ષતિગ્રસ્ત, બહેરાની તમામ સ્પર્ધા તા.૧ નવેમ્બર-૨૦૧૮ના રોજ, અંધજનની એથ્લેટિકસ સ્પર્ધાઓ તા.૨ નવે., શારીરિક ક્ષતિગ્રસ્તની એથ્લેટિક્સ સ્પર્ધા તા.૩ નવેમ્બરના રોજ યોજાશે. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, રમતગમત સંકુલ, ચિતલ રોડ, ગોળ દવાખાના પાસે-અમરેલી ખાતે નિયત તારીખે સવારે ૮ કલાકે સ્પર્ધાઓ યોજાશે.
દિવ્યાંગ અંધજન કેટેગરીની ક્રિકેટ અને ચેસ સ્પર્ધા માટે રવિભાઇ વાળા-મો.૯૪૨૮૮ ૪૭૪૫૧ તથા દિવ્યાંગ શારીરિક ક્ષતિગ્રસ્ત કેટેગરીની ક્રિકેટ સ્પર્ધા માટે બિપીનભાઇ ત્રિવેદી-મો.૯૪૨૬૮ ૫૨૮૪૩ પર સંપર્ક કરવાનો રહેશે. વધુ વિગત માટે જિલ્લા રમતગમત અધિકારીશ્રી, જિલ્લા રમતગમત કચેરી-અમરેલી (૦૨૭૯૨) ૨૨૩૬૩૦નો સંપર્ક કરવાનો રહેશે. ખેલાડીઓએ સમયસર પોતાનું રિપોર્ટીંગ કરવાનું રહેશે અન્યથા તમામ જવાબદારી સ્પર્ધકની પોતાની રહેશે, તેમ જિલ્લા રમતગમત અધિકારીશ્રી-અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.