www.citywatchnews.com

Just another WordPress site

અમરેલી

સાવરકુંડલા ખાતે અંડર-૧૯ થ્રો બોલ સ્‍પર્ધા યોજાશે

રમત ગમત યુવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ વિભાગ સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર અને અમરેલી જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા રાજયકક્ષાની અંડર-૧૯ થ્રો બોલ (ભાઇઓ-બહેનો) સ્‍પર્ધા યોજાશે. ગજેરા ઇન્‍ટરનેશનલ પબ્‍લિક સ્‍કુલ સાવરકુંડલાના સહયોગથી તા.૧૫ ઓકટોબર-૨૦૧૮ને સોમવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે સાવરકુંડલા સ્‍થિત સિગ્‍મા સ્‍કુલ ઓફ સાયન્‍સ, ગજેરા ઇન્‍ટરનેશનલ પબ્‍લિક સ્‍કુલ-ભુવા રોડ ખાતે સ્‍પર્ધા યોજાશે. સાસંદશ્રી નારણભાઇ કાછડીયા ઉદ્દઘાટન કરી સ્‍પર્ધાનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે, તેમ અમરેલી જિલ્‍લા રમતગમત અધિકારીશ્રી અશરફભાઇ આર. કુરેશીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે