www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

તળાજા -મહુવા-સોમનાથ રોડ અને સીદસર રોડને દ્વિમાર્ગી સેન્ટર લાઇટીંગ સુવિધા,અંગે અધીકારીઑ સાથે થયેલ મીટીંગમાં મળેલી મંજૂરીની મહોર

ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ અને મ્યુનિસીપલ કોર્પોરેશન વસાહતો વચ્ચેથી પસાર થતાં ધોરી માર્ગ તળાજા,અલંગ શીપયાર્ડ,મહુવા,સોમનથા હાઇવે અને સીદસર માર્ગ તેમજ લીલા સર્કલથી ટોપથ્રી સર્કલ,અધેવાડા અકસ્માત નિવારવા તેમજ કામીનીયા નગર સામે ખુલ્લા ભયજકનક નાળા પર સ્લેબ બાંધી રેલીંગ સાથે દિવમાર્ગી સેન્ટર સ્ટ્રીટલાઇટ સુવિધા કરવા ભાવનગર જિલ્લા પ્રભારી અને શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં 7 એપ્રિલ ,2018 સર્કિટ હાઉસ ખાતે કલેક્ટરશ્રી અને કમિશ્નરશ્રી તથા સર્વે ડિપાર્ટમેંટ અધિકારીઓ તેમજ પદાધિકારીઓની મળેલ મિટીંગમાં ભાજપના આગેવાન વંદે માતરમ સેવા સંઘના પ્રમુખ ,પૂર્વ કોર્પોરેટર કિશોર ભટ્ટે ઉપરોક્ત પ્રશ્ને રાજુઆત કરતાં મંત્રીશ્રીએ ત્વરીત પગલાં ભરવા કલેક્ટરશ્રી, કમિશ્નરશ્રી,બાડા ઓથોરીટીને સૂચના આપેલ. તેમજ બાડા વસાહતમાં વારંવાર પાણીની અનિયમીતતા, વસાહતી જનતાની કાયમી પ્રશ્ન નિરાકરણ માટે બાડા દ્વાર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ પાસે 8 કરોડના ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી આપેલ॰ ભાવનગર બાડા વસાહત હેઠળ નાની-મોટી 80 સોસાયટીઓ અને 35 થી 40 હજારની જનસંખ્યા તેમજ કોર્પોરેશન (1)દક્ષીણ સરદરનગર વોર્ડ,હાઉસીંગ બોર્ડ વસાહત,જલારામ, કસ્તુરબા,અમીધારા,શિવનગર સોસાયટી (2)કાળિયાબીડ વોર્ડ બન્ને વસાહતી જનતાના પ્રાણ પ્રશ્નો સમો ધોરી માર્ગ, અકસ્માત નિવારવા ટ્રાફીક નિયમન માટે મુખ્ય માર્ગો,દુ;ખીશ્યામબાપા સર્કલથી ટોપથ્રી સર્કલ,આધેવાડા દ્વિમાર્ગી સેન્ટર સ્ટ્રીટ લાઇટ તેમજ લીલા સર્કલથી હિલપાર્ક ચોકડી,સીદસર,લીલાસર્કલથી ટોપથ્રી સર્કલથી તરસમીયા દિવમાર્ગી સેન્ટર સ્ટ્રીટ લાઇટ સર્કલો પર હાઈમાસ્ક ટાવર લાઈટીંગ સુવિધા બાડા દ્વાર 1 કરોડ 5 લાખ કાર્યના મંજૂર કરેલ હોય ભાવનાગર મ્યુ.કોર્પોરેશન પણ પોતાના હિસ્સા સાથે મ્યુ.કમિશ્નર અને બાડાના અધિકારી શ્રી ગાંધીસાહેબ પોતે બાડા કોર્પોરેશન અધિકારી આ અંગે જનહિતમાં ઝડપી કાર્યવાહી હાથધરી છે