www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

બાબરાના પાનસડા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્‍યક્તિલક્ષી રજૂઆતોના ઉકલેની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાએ સેવાસેતુ (ગ્રામ્ય) કાર્યક્રમ સેવાસેતુના ચોથા તબક્કાનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં પ્રજાજનો વ્‍યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્‍થળે તે જ દિવસે પ્રાપ્‍ત થઇ શકે જેવી કે આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, કુંવરબાઇનું મામેરું સહાય યોજના, ઇન્‍દિરા ગાંધી રાષ્‍ટ્રીય વૃધ્‍ધ સહાય, વિધવા સહાય, દિવ્‍યાંગ પ્રમાણપત્ર, મા વાત્‍સલ્ય કાર્ડ, મા અમૃત્તમ કાર્ડ, ઘરેલું નવા ચીજ જોડાણ, જનધન યોજના બેંક એકાઉન્‍ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામ્ય)-મંજૂરીપત્ર, જન્‍મ મરણ પ્રમાણપત્ર જેવી ૧ થી ૧૩ વિભાગોની ૫૫ જેટલી સેવાઓ આ સેવાસેતુ કાર્યક્રમમાં સમાવી લેવામાં આવે છે.

આજ રોજ બાબરાના પાનસડા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવાસેતુ કાર્યક્રમમાં પાનસડા, ગરણી, મીયા ખીજડીયા, ઘુઘરાળા અને ગમા પીપળીયાના ગ્રામજનોએ લાભ લીધો હતો.

        કાર્યક્રમમાં મામલતદારશ્રી ખીમાણી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સોલંકી, નાયબ મામલતદારશ્રી મકવાણા, સરપંચશ્રી ચંપાબેન ઠુંમર, ગરણીના પૂર્વ સરપંચશ્રી લાલજીભાઇ લીંબાસીયા, શ્રી ભરતભાઇ મહેતા સહિતના અગ્રણીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.