www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

સાવરકુંડલા તાલુકાના કાનાતળાવ ગામના સરપંચને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી છોડાવી અપહરણકર્તાઓને જડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલતી સાવરકુંડલા રૂરલ પોલીસ

સાવરકુંડાલા રૂરલ પોલીસ સ્ટેસન વિસ્તારના કાનાતળાવ ગામના સરપંચ અનિલભાઈ અરવિંદભાઈ રાદડિયાને અપહરણકર્તાઓએ સસ્તા હીરા મળવાની લાલચ આપી અપહરણ કરી મહેસાણા ખાતે હોટલના રૂમમાં પૂરી રાખેલ જે અંગે કાનાતળાવ ગામના સરપંચ અનિલભાઈ અરવિંદભાઈ રાદડિયાએ સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેસનના પો.સબ.ઇન્સ. શ્રી બી.વી.બોરીસાગરનાઓને ફોન કરી જાણ કરેલ જેથી શ્રી બી.વી.બોરીસાગરનાઓને બનાવની ગંભીરતા સમજી વધારે ભયંકર ગુન્હો ન બને તે હેતુથી સમય સુચકતા વાપરી સદરહુ બનાવ અંગે તુર્તજ મ્હે.જીલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાય સાહેબશ્રી તથા મહે.નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગના શ્રી કે.જે.ચૌધરી સાહેબને જાણ કરી અને આગળની કાર્યવાહી તેઓ ના માર્ગદર્શન અને સુચના મુજબ મહેસાણા પોલીસમાં જાણ કરી સતત મહેસાણા પોલીસ સાથે કોન્ટેકટમાં રહી મહેસાણા પોલીસે છટકુ ગોઠવી હોટલના રૂમમાંથી કાનાતળાવ ગામના સરપંચ અનિલભાઈ અરવિંદભાઈ રાદડિયાને અપહરણકર્તાઓના ચુંગાલમાંથી છોડાવેલ અને અપહરણકર્તાઓ (૧) પ્રતાપભાઈ હરસુરભાઈ ઉર્ફે સીનાભાઇ ગીડા ઉ.વ.૨૭ ધંધો.પ્રા ખેતી/અમ્બ્રોડેરીના મશીનમાં કામ રહે. હાલ સુરત, કામરેજ, બસેરા સોસાયટી, મૂળ રહે. અમરગઢ તા. મેંદરડા જી. જુનાગઢ (૨)યુવરાજસિંહ ગંભીરસિંહ વાળા ઉ.વ. ૨૬ ધંધો. પ્રા.નોકરી તથા રીક્ષા ડ્રાયવિંગ રહે. જામનગર, રામેશ્વરનગર, પાંચ બંગલાની બાજુમાં, રાંદલ માં ના મંદિર સામે, મૂળ રહે. ઢાંક, તા. ઉપલેટા જી. રાજકોટ (૩)કેતનભાઈ રમેશભાઈ હડિયા ઉ.વ ૨૭ ધંધો. ગેરેજનો રહે. સુરત, કામરેજ, બસેરા સોસાયટી, મૂળ રહે. અમરગઢ નિશાળ પાછળ, તા. મેંદરડા જી. જુનાગઢ (૪) વિજયભાઈ ઉર્ફે ભીખો વલ્લભભાઈ કળથીયા ઉ.વ. ૨૭ ધંધો. ડ્રાયવિંગ રહે. મેંદરડા, પાણીના ટાંકાની બાજુમાં તા. મેંદરડા જી.જુનાગઢનાઓને રોકડ રકમ તથા દેશી પીસ્ટન અને છરી જેવા ધાતક હથિયાર સાથે પકડી પાડેલ જેઓનો કબજો મહેસાણા ખાતેથી મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી/તપાસ પો.સબ.ઇન્સ. શ્રી બી.વી.બોરીસાગર ચલાવી રહ્યા છે