www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ભારતીય બજારોને લાગ્યું છે ઓનલાઈન ખરીદીનું ગ્રહણ, આ સ્થિતિ માંથી બહાર નીકળવા માટે અમરેલીથી હવે લડતના મંડાણ થયા છે,

દિવાળી જેવું પર્વ છે પરંતુ બજારો સુમસામ છે, ગ્રાહકો તો જાણે ગાયબ જ થઇ ગયા છે.. કારણકે ભારતીય બજ્રોને લાગ્યું છે ઓનલાઈન ખરીદીનું ગ્રહણ , લોકો એટલી હદે હવે ઓનલાઈન ખરીદી તરફ વળ્યા છે કે મોટા શોરૂમ થી લઈને નાના વેપારીઓ સુધી દરેક લોકો બેકારી અને ભયંકર મંદીનો સામનો કરી રહ્યા છે.. આ સ્થિતિ માંથી બહાર નીકળવા માટે અમરેલીથી હવે લડતના મંડાણ થયા છે,

અમરેલીના રાજકમલ ચોક ખાતે ધારણા પર બેઠેલા આ તમામ લોકો અમરેલીના વેપારીઓ છે.. સામાન્ય રીતે દિવાળીના આ તહેવારના દિવસોમાં આ તમામ વેપારીઓને  બપોરે જમવાનો પણ સમયના મળે તેટલા પોતાના ધંધા રોજગારમાં વ્યસ્ત હોય છે, પરંતુ આ વેપારીઓના ધંધા પર હવે ઓનલાઈન ખરીદીનું એવું ગ્રહણ લાગ્યું છે કે સહુ કોઈ બેકાર થઇ ગયા છે.. આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે આજથી અમરેલીના વેપારીઓ દ્વારા એક લડત શરુ કરવામાં આવી છે જેમાં ગ્રાહકોને ફરી સ્થાનિક દુકાનો તરફ વાળવાની અપીલ કરવામાં આવી છે તો બીજી તરફ કેન્દ્ર સરકાર પણ આ સમસ્યાની ગંભીર નોંધ લે તેવો સુર ઉઠ્યો છે… કેટલાક વેપારીઓનું તો કહેવું છે કે આ સમસ્યાનો ઉકેલ ઝડપથી નહિ આવે તો હજુ પણ ગંભીર પરિણામો આવશે..