www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

દામનગર ખાતે તત્કાલ મેલડી માતા મંદિરે રામકથા

દામનગર શહેર  ના તત્કાલ મેલડી માતા મંદિરે સમસ્ત સેવક સમુદાય આયોજિત રામકથા ગોદડીયા પરિવાર ની ગદગદિત કરતી પરંપરા ના સંત શ્રી ઘનશ્યામબાપુ ના વ્યાસાસને યોજાય દામનગર ના ઠાંસા રોડ પર આવેલ તત્કાલ મેલડી માતાજી ના મંદિર ના લાભાર્થે દામનગર શહેર તેમજ અનેકો ગ્રામ્ય વિસ્તાર માં બહોળો સેવક વર્ગ ધરાવતા મંદિર સંકુલ ના વિકાસ માટે સેવક સમુદાય નું સુંદર અયોજન ભાગદોડ વાળી જિંદગી માં માનસિક સુખ નું ઉત્તમોત્તમ ટોનિક રામકથા પારિવારિક પરસ્પર કુટુંબ ભાવના આદર્શ ગ્રહસ્થ જીવન તરફ દોરી જતી કથા મંદિર સંકુલ માં નહિ પણ જન જન ના હદય માં બેસાડતા વક્તા દ્વારા માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો સાથે ખૂબ મોટી સંખ્યા માં ભાવિકો ભજન ભોજન નો અનન્ય આનંદ મેળવી રહ્યા છે