www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

સારહિ યુથ કલબનાં પ્રમુખ મુકેશ સંઘાણીનાંમાર્ગદર્શન તળે સેવાભાવી યુવાનોનું કરાશે સન્‍માન

સિવિલ હોસ્‍પિટલમાં 10 વર્ષથી દર્દીઓને ફ્રુટ વિતરણ કરનારને કરાશે સન્‍માનિત અમરેલીમાં આજે ‘‘સારહિનાં સેવાધારીઓ”ને સન્‍માનિત કરાશે સારહિ યુથ કલબનાં પ્રમુખ મુકેશ સંઘાણીનાંમાર્ગદર્શન તળે સેવાભાવી યુવાનોનું કરાશે સન્‍માન પૂર્વ મંત્રી દિલીપ સંઘાણી, સાંસદ કાછડીયા, પૂર્વ ધારાસભ્‍ય ઉંઘાડ ઉપસ્‍થિત રહેશે અમરેલી પંથકમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિ કરનાર સારહિ યુથ કલબ ઓફ અમરેલી ર્ેારા 11માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે સિવિલ હોસ્‍પિટલમાં એક દાયકાથી ગરીબ દર્દીઓને નિઃસ્‍વાર્થ પણ ફ્રુટ વિતરણ કરનાર કલબ સેવાભાવી યુવાનોને સન્‍માનિત કરવાનો કાર્યક્રમ આવતીકાલ બુધવારે રાત્રીનાં દિલીપ સંઘાણી સાંસ્‍કૃતિક હોલમાં યોજાશે. આ કાર્યક્રમનાં અઘ્‍યક્ષપદે પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી, ઉદ્યઘાટક તરીકે સાંસદ કાછડીયા અને મુખ્‍ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડ, પી. પી. સોજીત્રા અને અશ્‍વિન સાવલીયા રહેશે. આ તકે ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીનાં સહયોગથી ભભલગન કર્યા ને લોચા પડયાભભ પારિવારીક નાટકનું પણ આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મુકેશ સંઘાણીનાં માર્ગદર્શન તળે તડામાર તૈયારીઓ ચાલી રહી છે