www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

લીલીયા તાલુકાના ઢાંગલા ખાતે તુલસી વિવાહ સાથે પર્યાવરણ પ્રકૃતિ બચાવોની પ્રતિજ્ઞાનો સુંદર સંદેશ

લીલીયા ના ઢાંગલા ગામે ભગવાન ચિ શાલીગ્રામ સંગ ચિ વૃંદાજી નો પરણીય પર્વ યાદગાર બનાવતા, શ્રી શક્તિ મહિલા મંડળ (સુરત) તેમજ શ્રી ઢાંગલા યંગ ગ્રુપ મંડળ દ્વારા અદભુત તુલસી_વિવાહ નુ આયોજન કરાયું હતું. તુલસી વિવાહ પ્રસંગે વૃક્ષો રોપણ નુ સુંદર આયોજન કરાયું હતું ૬૦ થી વધુ વૃક્ષો રોપી પર્યાવરણ ની સુંદર શીખ અપાય હતી
લીલીયા તાલુકા ના નાના એવા ઢાંગલા ગામે ધર્મો ઉલ્લાસ સાથે પર્યાવરણ પ્રકૃતિ નો સુંદર સંદેશ આપતા શ્રી મસ્તરામ બાપુ નું મનનીય વક્તવ્ય ભગવન ચિ. શાલીગ્રામ સંગ ચિ વૃંદાજી ના પરણીય પર્વ પ્રસંગે ભવ્ય રાસોત્સવ સાથે સપ્તપદી ની મહતા દર્શાવતા વિદ્વાન વક્તા ઓ એ આદર્શ જીવન ધોરણ અંગે માર્મિક ટકોર સાથે  પર્યાવરણ પ્રકૃતિ ના જતન જાળવણી ની પ્રતિજ્ઞા લેવરાવી હતી