www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલીમાં ગેરકાયદેસર રીતે વાહનના બાટલા, બ્લેકમાં બાટલા વેચવાની પ્રવુતી કરતાં ઇસમો સામે કાયદેસર કાર્યવાહીની માંગ કરાય

અમો ઉપરોક્ત વિસ્તારના રહીશો છીએ અને વેપાર ધંધો કરી અમારું તથા અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. એમોના વિસ્તારમાં ફેમસ વાસણ ભંડાર નામની દુકાન ધરાવતા તંદન ગેરકાયદેસર રીતે ગેસના બાટલાની હેરફેરી કરી મસ્ત મોટી કમાણી કરી રહેલ છે અને ગેસના બાટલા ભરવાની પ્રવુતી કરી રહેલ છે.
આ અંગે એમીએ અનેક રજૂઆત કરવા છતાં અને આજુબાજુના વિસ્તારના લોકોએ પણ તેઓને અનેક વાર રજૂઆત કરેલ હોવા છતાં તેઓને કોઇની પણ બીકના હોય તે રીતે ગેરકાદેસર રીતે આવી પ્રવુતી કરી રહેલ છે.
જેના કારણે આજુબાજુના વિસ્તારમાં ભયંકર ગેસની વાસ આવે છે. અને જો આવી પ્રવુતી સતત ચાલી રહેશે તો ભવિષ્યમાં બોમ્બ વિસ્ફોટ થઈને આખો વિસ્તાર તબાહ થઈ જાય તેમ છે. આ અંગે એમોએ અનેકવાર તેઓશ્રીને નમ્રતાસહ રજૂઆત કરવા છતાં તેઓએ કોઈ ફરક પડતો નાથી અને ઊલટાનું અમો આજુબાજુમાં વિસ્તારના રહીશો સાથે ઝગડો કરે છે.
જેથી આપ સાહેબને અમો ઉપરોક્ત વિસ્તારના રહેવાશીઓ દ્વારા નમ્ર રજૂઆત કરીને છીએ કે સાવજીપરા કાબરિયાચોક, સાનિયા કોમ્પલેક્ષમા ફેમસ વાસણ ભંડારનામની દુકાન ધરાવતા ઈસમ જે ગેરકાયદેસર રીતે ગેસના બાટલા ભરવાની પ્રવુતી કરતાં હોય તેની તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી આ કામગીરી અટકાવવા આપ સાહેબને એમોની ઉપરોક્ત વિસ્તારના રહીશોની નમ્ર રજૂઆત છે.
જો તેમ કરવામાં નહીં આવે તો ઉપરોક્ત વિસ્તારના રહીશોને ગાંધી ચિધ્યા રહે આગળની કાર્યવાહી કરવાની ફરજ પડશે જેની ગંભીર નોંધ લેશો