www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી તાલુકાના કમીગઢ ગામે દુકાનમાં થયેલ ચોરીના આરોપીને પકડી પાડી મુદ્દામાલ રીકવર કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* નાંઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ચોરીનાં વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદામાલ રીકવર કરી, મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા અમરેલી તાલુકાના ગાવડકા રોડ ઉપર આવેલ મંદિર પાસેથી ચોક્કસ બાતમી આધારે કમીગઢ ગામે દુકાનમાં થયેલ ચોરીનો આરોપી પકડી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલ રોકડ રકમ તથા મોબાઇલ ફોન રીકવર કરી દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે. ફરિયાદની વિગત અમરેલી તાલુકાના કમીગઢ ગામે ફરસાણ અને મોબાઇલ રીચાર્જની દુકાન ધરાવતાં ઘનશ્યામભાઇ કરશનભાઇ સોરઠીયા, રહે.કમીગઢ, તા.જી.અમરેલી વાળાએ તા.૧૨/૦૯/૨૦૧૮ ના રોજ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ કે કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરસાણ અને મોબાઇલ રીચાર્જની દુકાનની પાછળના રૂમના નળીયા ખેસવી ટેબલના ખાનાના લોક તોડી રોકડા રૂ.૧૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૧, કિં.રૂ.૫૦૦/- તથા જરૂરી ડોક્યુમેન્ટ્સની ની ચોરી કરી ગયેલ હોવાની ફરિયાદ આપતાં અમરેલી તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૯૪/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો રજી. થયેલ હતો.  પકડાયેલ આરોપી રાજુ ઉર્ફે રાજેશ કલસીંગ વાસ્કોલીયા, ઉં.વ.૧૯, ધંધો.મજુરી, રહે.મુળ ગામ છોટી ઝરી, તા.જોબટ, જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ, હાલ.કમીગઢ, સીમ વિસ્તાર, તા.જી.અમરેલી વાળાને તા.૦૯/૧ર/૨૦૧૮ ના કલાક ૧૭/૦૦ વાગ્યે અટક કરેલ છે. રીકવર કરેલ મુદ્દામાલ રોકડા રૂ.૧૦,૦૦૦/- તથા ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન નંગ- ૧, કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિં.રૂ.૧૦,૫૦૦/- નો ચોરીનો મુદામાલ આરોપીનો પુર્વ ઇતિહાસ પકડાયેલ આરોપી રાજુ ઉર્ફે રાજેશ કલસીંગ વાસ્કોલીયા પોતાના પરિવાર સાથે છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં રહી ખેત મજુરી તથા છુટક મજુરી કામ કરે છે. અને આ ચોરી પોતે પોતાના વતનમાંથી આવેલ મિત્રો લાલસીંગ નારસીંગ અજનાર તથા ઉદેસીંગ નારસીંગ અજનાર, રહે.બંને છોટી ઝરી, તા.જોબટ તથા ઠાકુર હટુ અજનાર, રહે.બડી ઝરી, તા.જોબટ વાળાઓ સાથે મળી કરેલ હોવાની તેમજ આ ચોરી ઉપરાંત કમીગઢ ગામે રહેતાં શૈલેષભાઇના ઘરમાંથી રોકડા રૂ.૨૨,૫૦૦/- તથા ભગુભાઇ વાણંદની દુકાનમાંથી રૂ.૧૫૦૦/- ની ચોરી કરેલ હોવાની પણ કબુલાત આપેલ છે. ઉપરોકત ચોરીના મુદ્દામાલની રોકડ રકમ તથા મોબાઇલ ફોન મળી કુલ કિં.રૂ.૧૦,૫૦૦/- ના મુદામાલ સાથે પકડાયેલ આરોપી વધુ તપાસ અર્થે અમરેલી તાલુકા પો.સ્ટે.ને સોંપી આપેલ છે. આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી.અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ .શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.