www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

સિવિલ હોસ્‍પિટલ અમરેલી ખાતે વિનામૂલ્‍યે આયુર્વેદિક નિદાન અને આયુર્વેદ દવાઓની સુવિધા ઉપલબ્‍ધ

આરોગ્ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ-ગાંધીનગર અને આયુષ કચેરી-ગાંધીનગર દ્વારા એક જ જગ્યાએથી એલોપથી, આયુર્વેદ અને હોમીયોપેથી પધ્‍ધતિની સારવારનો લાભ
મળી રહે તેવા હેતુ સાથે રાજયની જિલ્‍લાકક્ષાની તમામ સિવિલ હોસ્‍પિટલ ખાતે આયુર્વેદ અને હોમીયોપેથી ઓપીડી શરૂ કરવામાં આવી છે. શાંતાબા મેડિકલ કોલેજ એન્‍ડ જનરલ હોસ્પિટલ-અમરેલી ખાતે તા.૬ ડિસે.થી આયુર્વેદ ડૉ. દીપક કે. ચાવડાની ઓપીડી-સેવાનો લાભ મળી રહ્યો છે. અમરેલી સિવિલ હોસ્‍પિટલના રૂમ નં.૧૨૬ પહેલા માળે, શ્રી ચાવડા ઓપીડી સમય દરમિયાન પોતાની સેવાઓ નિયમિત રીતે આપશે. દર્દીઓને વિનામૂલ્‍યે નિદાન અને આયુર્વેદ દવાઓ મળી રહેશે. જરૂરિયાતમંદ દર્દીઓ તેમની આયુર્વેદિક સેવાઓનો લાભ મેળવી શકશે, તેમ મેડિકલ ઓફિસરશ્રી દીપક કે ચાવડાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.