www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલીનાં સુપ્રસિદ્ધ કવિ હર્ષદ ચંદારાણાને દર્શક સાહિત્‍ય સન્‍માન એવોર્ડ એનાયત થશે

વિદ્યાગુરૂ ફાઉન્‍ડેશન તરફથી ગુજરાતના મૂર્ધન્‍ય સાહિત્‍યકાર મનુભાઈ પંચોલી “દર્શકની” સ્‍મૃતિમાં પ્રતિ વર્ષ અમરેલી જિલ્‍લાના વતની અને સાહિત્‍ય ક્ષેત્રે સુપ્રસિઘ્‍ધ શ્રેષ્ઠ સાહિત્‍યકારને “મનુભાઈ પંચોલીભ” દર્શક” સાહિત્‍ય સન્‍માન અપાય છે. તેમાં ર019 ના વર્ષના આ સન્‍માન માટે અમરેલીના મૂર્ધન્‍ય કવિ હર્ષદ ચંદારાણાની પસંદગી થયેલ છે. આગામી 14 મી જાન્‍યુઆરીને સોમવારે સા.કુંડલા ખાતે યોજાનાર સાહિત્‍ય અને શિક્ષણ સન્‍માન પર્વ પ્રસંગે પ.પૂ. મોરારીબાપુના કરકમળથી સન્‍માનિત થશે. આ સન્‍માનમાં રૂા.પ1,000 નો સન્‍માન રાશી તથા પ્રતિકરૂપે શાલ અને સ્‍મૃતિ ચિન્‍હ અપાશે આવું ઉમદા અને મૂલ્‍યાંન સન્‍માન પ્રાપ્‍ત કરનાર કવિ હર્ષદ ચંદારાણાની સાહિત્‍ય સાધના વિષે જાણીએ આજે  પ0વર્ષથી કવિતાની સાધના કરી છે. સૌ પ્રથમ 1991 માં તેઓ પ્રથમ કાવ્‍ય સંગ્રહ ભભફીણ – મોજાંભભ પ્રગટ થયેલો. અને તેને ગુજરાતિ સાહિત્‍યમાં અનન્‍ય આવકાર મળેલ હતો. ત્‍યારબાદ 1994માં તેનો બીજો કાવ્‍ય સંગ્રહ ભભનદીને મળ્‍યા પછીભભ પ્રગટ થયો. ત્‍યારબાદ 1998માં ભભકલરવનું ઘરભભ એ નામે પ્રકૃતિ કાવ્‍યનો સંચય તેમજ તે સંગ્રહ પર્યાવરણ પરિક્ષાઓની ટેકસબુક તરીકે ચાલતો હતો. ર00રમાં તેમનો માત્ર ચુંટેલી ગજલોનો સંગ્રહ “હાથની હોડી” પ્રગટ થયેલો. એ સંગ્રહને ગુજરાત સાહિત્‍ય અકાડમી ગાંધીનગરનો પુરસ્‍કાર પણ મળેલ છે. ર00ર ની સાલમાં જ તેમના બાલ ગીતોનો સંગ્રહ પંખો, પવન અને પતંગીયુના બાલગીતો બાળકોને ખુબ ગમ્‍યા હતાં. અને તેની ઓડીયો કેસેટ પણ પ્રગટ થયેલ હતી. કાવ્‍યા સ્‍વાદ, પ્રકૃતિ – વર્ણન અને ઈતર સાહિત્‍ય ગદ્યનો દમદાર સંગ્રહ ભભમહેકનો અભિષેકભભ સને ર010માં પ્રગટ થયો છે. ત્‍યારબાદ ર014માં એક આનંદ દાયક ઘટના બની કે આ વર્ષમાં જ તેમના પ્રગટ થયેલા બે કાવ્‍ય સંગ્રહો પ્રગટ થયા. તે બન્‍નેની તેજ વર્ષમાં બીજી આવૃતિ કરવી પડી. આ કાવ્‍ય સંગ્રહો હતા. ભભસમુદ્ર છલકે છેભભ અને ભભકિરણોની પોટલીભભ બાદમાં બીજો લેખ – સંગ્રહ ર014માં ભભમારા મોર પિચ્‍છભભ તેમણે આપ્‍યો છે. ગુજરાતી સાહિત્‍ય પરિષદે દર વર્ષે વર્ષના ચુંટી કાઢેલા શ્રેષ્ઠકાવ્‍યોનું સંપાદન જુદા-જુદા સંપાદકો દ્વારા પ્રગટ કરે છે. સવંત ર01પનો ભભગુજરાતી કવિતા ચપનનાં સંપાદન કવિ હર્ષદ ચંદારાણાને સોંપવામાં આવેલ જે હાલ મુદ્રણમાં છે. આમ દસ ઉપરાંત પુસ્‍તકો પ્રગટ થઈ ચુકયા છે. 1999માં દ્વારકાથી કૃષ્‍ણ જન્‍મની લાઈવ કોમેન્‍ટ્રી આકાશવાણી રાજકોટ, ભૂજ, અમદાવાદ અને વડોદરામાં તેઓ દ્વારા આપવમાં આવી હતી. સતત બે વર્ષ સુધી ફુલછાબની રવિપુર્તિ ભભમધૂવનભભમાં ભભમહેકનો અભિષેકભભ નામની કટાર લેખન પણ કરેલ છે. આ ઉપરાંત અમરેલી શહેર માટે સુત્ર ભભલીલીછમ્‍મ વેલી, અમરેલીભભ તેઓએ જ આપેલ છે. અનેક સન્‍માનો અને એવોર્ડ વચ્‍ચે તેઓ સતત લેખનમાં વ્‍યસ્‍ત રહેલ છે. કવિતા પ્રેમને કારણે તેઓને ર01પમાં આરાધના ટ્રસ્‍ટ લાઠી – કલાપીનગર પ્રેરીત એવોર્ડના પ્રારંભનો પ્રથમ જ રાજવી કવી ભભકલાપી એવોર્ડભભ તેઓને મળેલ છે. તદ્‌ઉપરાંત પરમ પૂજય મોરારિબાપુના વરદ હસ્‍તે મેઘાણી સાહિત્‍ય સભા સુરત પ્રેરિત – ર014નો મેઘાણી એવોર્ડ તેઓને મળેલ છે. જન્‍મભૂમી ટ્રસ્‍ટ પ્રેરીત અત્‍યંત પ્રતિનિષ્ઠત ફુલછાબ એવોર્ડ – ર017 પરમ પુજય મોરારિબાપુના હસ્‍તે પણ તેઓને અર્પણ કરવામાં આવ્‍યો છે. ગુજરાતી સાહિત્‍યના વિવેચકો અને અભ્‍યાસીઓને તેમની કવિતા વિષે ઘણું બધું લખ્‍યું છે તેમજ ગુજરાતી ગીતોના ખ્‍યાતનામ અનેક ગાયકોઅને સ્‍વરકારોએ તેમની રચનાઓને સ્‍વર અને કંઠ આપેલ છે. કવિતાના આવા કસબી અને મર્મી આજ 70 વર્ષની આયુએ પણ કાવ્‍ય – લેખનમાં સક્રીય છે. તેમની આ સાધનાના ફલ સ્‍વરૂપ વિદ્યાગુરૂ ફાઉન્‍ડેશન કુંડલા દ્વારા 14 જાન્‍યુઆરી-ર019 મકર સંક્રાતિના શુભ દિવસે પરમ પુજય મોરારિબાપુના વરદ હસ્‍તે આ સન્‍માન અર્પણ થશે. સમાચાર સાંભળી વિશાળ સંખ્‍યામાં ભાવકો, સાહિત્‍યકારો અને લેખકો તરફથી હરખપુર્વક અભિનંદનની વર્ષા થઈ રહેલ છે. કવિ હર્ષદ ચંદારાણાનો મોબાઈલ નં. 98રપ0 7પ17પ છે.