www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

હોકી વર્લ્ડ કપમાં ભારતની હવે નેધરલેન્ડ સામે ટક્કર

વર્લ્ડ કપ હોકી સ્પર્ધા વધારે રોમાંચક દોરમાં પહોંચી રહી છે. હવે ક્વાર્ટર ફાઇનલ મેચમાં ભારતની ટક્કર નેધરલેન્ડ સામે થનાર છે. ભારતીય ટીમ જારદાર જારદાર દેખાવ કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. આ વખતે ભારતીય ટીમ પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. યજદમાન ભારતીય ટીમ નેધરલેન્ડને હાર આપીને ઘરઆંગણે સેમીફાઇનલમાં પ્રવેશ કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. વોન દામ થિસના બે ગોલની મદદથી કેનેડાને ક્રોસ ઓવર મેચમાં પાંચ ગોલથી હાર આપીને નેધરલેન્ડની ટીમે ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી હતી. હવે તેની ટક્કર શક્તિશાળી ભારતીય ટચીમ સામે થનાર છે. પુલ સીમાં ટોપમાં રહીને ભારતીય ટીમ અંતિમ આઠમાં પહોંચી છે. આવી સ્થિતિ માં હવે નેધરલેન્ડ સામે મોટ પડકાર રહેશે. દુનિયાની ચોથા નંબરની ટીમ નેધરલેન્ડે અંતિમ પુલ મેચમાં પાકિસ્તાન પર ૫-૧થી જીત મેળવી હતી. ત્યારબાદ શક્તિશાળી રમત રમીને કેનેડાને ૫-૦થી હાર આપી હતી. હવે ક્વાર્ટર પાઇનલ મેચમાં આવતીકાલે ટીમ ભારત સામે રમનાર છે. નેધરલેન્ડે હજુ સુધી તમામ ફિલ્ડ ગોલ કર્યા છે. ભારતીય ટીમની મેચ જાવા માટે મોટી સંખ્યામાં ચાહકો પહોંચે તેવી શક્યતા છે. ભારતીય ટીમ ઘરઆંગણે લાંબા ગાળા બાદ હોકી વર્લ્ડ કપ જીતવા માટે સજ્જ છે. તેને પહેલાથી જ ફેવરીટ તરીકે ગણવામાં આવે છે. ચાહકોનો જારદાર ટેકો પણ છે. આવી સ્થિતિમાં ભારતીય ખેલાડીઓને ઘરઆંગણે પોતાની કુશળતા સાબિત કરવા અને ફરી એકવાર હોકીમાં સર્વોપરિતા સાબિત કરવાની તક રહેલી છે. ભારતીય ટીમ આ વખતે નવા જુસ્સા સાથે મેદાનમાં ઉતરી છે. સાથે સાથે તમામ ખેલાડીઓ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં જોરદાર દેખાવ કરવામાટે તૈયાર છે. ક્વાર્ટર ફાઇનલ તબક્કાની શરૂઆત થઇ ચુકી છે. પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટીનાની ટક્કર ઇંગ્લેન્ડ સામે અને ઓસ્ટ્રેલિયાની ટક્કર ફ્રાંસ સામે થઇ રહી છે. જ્યારે બીજી ક્વાર્ટર બે ક્વાર્ટર ફાઇનલ આવતીકાલે ૧૩મી ડિસેમ્બરના દિવસે રમાશે જે પૈકી જર્મનીની ટક્કર બેલ્જિયમ સામે અને ભારતની ટક્કર નેધરલેન્ડ સામે થશે. આર્જેન્ટીનાએ સ્પેન, ન્યુઝીલેન્ડને હાર આપી હતી. જા કે, તેમની ફ્રાંસ સામે હાર થઇ હતી. બીજી બાજુ ઓસ્ટ્રેલિયાએ ત્રણેય મેચો જીતી હતી જે પૈકી આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ અને ચીનને હાર આપી્‌ હતી. ફ્રાંસે પણ ન્યુઝીલેન્ડ સામે મેચ ગુમાવ્યા બાદ આર્જેન્ટીના અને ચીન ઉપર જીત મેળવી હતી.