www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

સંવેદન ગૃપ અમરેલી દ્વારા 50મું ચક્ષુદાન લેવાયું

અમરેલીના જેસીંગપરામાં વસતાં જનસંઘી અને એંશીના દાયકામાં ભાજપના નગરસેવક તરીકે ચુંટાયેલા સેવાભાવી ખેડૂત આગેવાન પ્રાગજીભાઈ પ્રેમજીભાઈ માંગરોળિયાનું અવસાન થતાં તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમનાં પરિવારજનો દ્વારા નેત્રદાન કરવામાં આવ્યું હતું. પ્રાગજીબાપા (ઉં.વ. 88)નું  તા. 12/12/2018 ને બુધવારના રોજ અવસાન થતાં અમર ડેરીના ડીરેક્ટર રાજેશભાઈ માંગરોળિયાના માધ્યમથી સંવેદન ગૃપનો સંપર્ક કર્યો હતો અને સ્વસ્થના ચક્ષુદાન માટે જણાવ્યું હતું. આ ચક્ષુદાન સ્વીકારવા માટે સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી સાથે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા મોહસીન બેલીમે સેવા આપી હતી. મૃત્યું બાદ સદ્ગતનું નેત્રદાન કરી તેમના પૂત્રો ઘનશ્યામભાઈ તથા વસંતભાઈ તેમજ પૌત્રો સંદિપ, મેહુલ અને નિકુંજે બે અંધજનોના જીવનમાં રોશની લાવવા નિમિત્ત બની સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ સાથે સંવેદન ગૃપ દ્વારા અમરેલી અને આજુબાજુ વિસ્તારમાં નેત્રદાન અંગે જાગૃતિ લાવી ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં 50માં ચક્ષુદાતાની આંખો લેવાનું પુણ્ય કાર્ય કર્યું છે તેમ ગૃપના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.