www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

તા.૧૭મીએ ભાવનગર ખાતે Sellers Side માટેની તાલીમ યોજાશે

ઉદ્યોગ કચેરી ગાંધીનગર દ્વારા Sellers Side માટે તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું છે. અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્‍લાની સંયુક્ત તાલીમ જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર, પોલીટેકનિક કોલેજ નજીક, વિદ્યાનગર, ભાવનગર ખાતે તા.૧૭ ડિસે.- ૨૦૧૮ના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાશે. આ તાલીમમાં Sellers તરીકે Gem પોર્ટલ પર રજીસ્‍ટ્રેશન કરવા અંગે તથા અન્ય જરૂરી વિષયની અગત્યની તાલીમ આપવામાં આવશે. સંબંધિત તમામ કચેરીઓ સાથે સંકળાયેલ સપ્‍લાયર્સ તથા ઉત્‍પાદકને આ તાલીમમાં ઉપસ્‍થિત રહેવા, નાયબ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજરશ્રી, જિલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્ર- અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.