www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી G.L.D.C. વિભાગના વર્ષ ૨૦૧૭-૧૮ માં ખેત તલાવડી અને ચેકડેમના કામો માં થયેલ ભ્રષ્ટાચારની તપાસની માંગ

સમગ્ર ગુજરાત રાજ્યમાં જમીન વિકાસ નિગલ લી. (G.L.D.C.) ના દ્વારા ખેત તલાવડીઓ અને ચેકડેમોના તેમજ તળાવ ઊંડા ઉતારવાના અનેક જિલ્લાઓમાં કૌભાંડો અધિકારીઓ અને તેમના મળતિયાઓ દ્વારા આચરવામાં આવેલ જે સબબની ગુજરાત રાજ્યમાં અનેક ફરિયાદો ACB દાખલ કરાયેલ છે. અને આ રાષ્ટ્રીય નાણાના ભ્રષ્ટાચાર આચરનારની સામે તપાસ ચાલુ હોઈ આવું જ અન્ય જિલ્લાઓની જેમ અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના મોજે. બાલાપુર ગામમાં ચેકડેમ તલાવડીના કામમાં જમીન વિકાસ નિગમ લી. અમરેલીના અધિકારીઓના મેળા પીપણાથી મોજે બાલપુર તાલુકો બગસરા ગામની ગૌચરની સરકારી જમીન સર્વે નં. 292/1AAa , માં સીમ તલાવડી 1 થી 3 માટે તારીખ 27/૦7/2017 ના રોજ ચેક દ્વારા રીટાબેન આર. પાદરીયાને રૂ.10,૩૦,509/- અને એના એજ સર્વે નંબર માં 3 વોટર હાર્વેસ્ટર માટે મનોજભાઈ પી. પાદરીયાને તારીખ 20/૦7/2017 ના રોજ ચેક દ્વારા રૂ. 11,74,295/- ચુકવવામાં આવેલા અને સર્વે નં. 273/p1. માં ત્રણ ચેકડેમ માટે તા. 22/૦૩/2018 રોજ ચેક દ્વારા અજય રમેશભાઈ હીરપરાને રૂ. 11,72,054/- અને તેના તે સર્વે નંબર માં ત્રણ સીમતલાવડીઓ માટે તા. 27/૦7/2017 રોજ ચેક દ્વારા રૂ. 09,48,726/- હીનાબેન પી. પાદરીયાને ચૂકવેલ છે. અને સર્વે નં. 264/1, માં સીમ તલાવડી માટે તા. 20/04/2017ના રોજ ચેક દ્વારા મિલન ભગવાનજીભાઈ ભૂત ને રૂ. 4,49,631/- ચૂકવેલ છે. આમ કુલ મળી રૂપિયા 47,75,215/- ની રકમ ચૂકવી આપવામાં આવેલી છે. સ્થળ ઉપર તપાસ કરતા આવા પ્રકારના કોઈ કામોનું કોઈ પ્રકારનું અસ્તિત્વ જ નથી પરંતુ જે તે સમયના ફિલ્ડ ઓફિસર પી.પી. પાદરીયાની સરકારી નાણામાં ભ્રષ્ટાચાર કરવાની કોઠાસુજથી ચોખ્ખે ચોખો પોતાના મળતિયા અને ફેમીલી મેમ્બરના નામે રકમ ચૂકવી અને તેનો સીધો ફાયદો મેળવેલ છે આમ સમગ્ર જીલ્લાની
અંદર તપાસ કરવામાં આવે તો બીજા જીલ્લામાં થયેલ આ બાબતના કોમ્ભાંડ થી અનેક ગણું મોટું કૌમ્ભાંડ જેમાં ખેત તલાવડીઓ – ચેકડેમો અને તળાવ ઊંડા ઉતારવાના કામોના અમરેલી જીલ્લાની અંદર સરકારી અધિકારીઓ G.L.D.C. ના વિભાગમાં ફરજ બજાવી ગયેલ અનેક વર્ષોથી કૌભાંડ આચરી કોઈ નિવૃત થયેલ છે અને કોઈ સરકાર શ્રી ના નિગમ બંધ કરવાના નિર્ણય થી અન્ય વિભાગમાં ફરજ બજાવી રહેલ છે. આમ અગાઉના વર્ષોમાં પણ આ જીલ્લામાં તળાવ ઊંડા ઉતારવાના વાવચરો માં જે.સી.બી. નંબરો દર્શાવેલા અને આ નંબરો આર.ટી.ઓ. માં તપાસ કરાવતા મોટર સાયકલ અને કાર ના નીકળેલા અને પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકામાં સત્ય હકીકત આર.ટી.આઈ. માં ખુલવા પામેલ તો આ બાબતે તમામ સત્ય હકીકત ધ્યાને લઇ ઊંડાણ પૂર્વક તપાસ કરવા આપ સાહેબ શ્રી ને નમ્ર અપીલ સહ અરજ અને સરકાર અને રાષ્ટ્રના યોજનાકીય નાણા ની ગેરરીતી આદરી સીધો ફાયદો મેળવી ગુન્હો આચરેલ તો તેમના વિરુધ કાયદેસર થવા
વિનંતી….