www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

રામ મંદિર વિવાદ: ૨૯મી સુધી સુનાવણી ફરીવખત ટાળી દેવાઇ

ભારે ચર્ચાસ્પદ અયોધ્યા મામલામાં સુનાવણી આજે ફરી એકવાર ૨૯મી જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી હતી. સપ્રીમ કોર્ટમાં પણ તારીખ પર તારીખ પડવાનો સિલસિલો જારી રહ્યો છે. આજે ફરી એકવાર સુનાવણી ટાળી દેવાતા નિરાશાનુ મોજુ ફરી વળ્યુ હતુ. પાંચ જજની બંધારણીય પીઠમાં સામેલ રહેલા જસ્ટીસ યુયુ લલિતે આ મામલામાંથી પોતાને અલગ કરી લેતા સુનાવણી ફરી એકવાર ટળી ગઇ હતી. હવે નવી બેંચમાં જસ્ટીસ યુયુ લલિતની જગ્યાએ અન્ય જજને સામેલ કરવાં આવનાર છે. હવે બેંચની રચના ફરીથી કરવામાં આવનાર છે. સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું હતું કે, મામલામાં કુલ ૮૮ લોકોની જુબાની લેવામાં આવશે. આ મામલા સાથે જાડાયેલા ૨૫૭ દસ્તાવેજા રજૂ કરાશે. આ દસ્તાવેજા ૧૩૮૬૦ પાનામાં છે. મૂળભૂત રેકો‹ડગ ૧૫ બંડલોમાં છે. સીજેઆઈએ કહ્યું હતું કે કેટલાક દસ્તાવેજ, હિન્દી, અરબી અથવા તો ગુરુમુખી અને ઉર્દૂમાં છે. અગાઉ સુપ્રીમ કોર્ટે પાંચ જજની બંધારણીય બેંચની રચના કરી હતી. સાથે સાથે સુનાવણી ૧૦મી જાન્યુઆરીના દિવસથી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જા કે આજે પણ સુનાવણી ટળી ગઇ હતી. આઠમી જાન્યુઆરીના દિવસે રચવામાં આવેલી બંઘારણીય બેંચનુ નેતૃત્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઇને સોંપવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત બેંચમાં ચાર જજ જસ્ટીસ એએ બોબ્ડે, જસ્ટીસ એનવી રમન્ના, જસ્ટીસ યુયુ લલિત અને જસ્ટીસ ડીવાય ચન્દ્રચુડ સામેલ હતા. હવે લલિત નિકળી ગયા છે. જેથી ફરી બેંચની રચના કરવામાં આવનાર છે. અગાઉ સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ પર ચોથી જાન્યુઆરીના દિવસે ફરી એકવાર સુનાવણી ૧૦મી જાન્યુઆરી સુધી ટાળી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન હાઉસફુલની સ્થિતિ રહી હતી. પગ મુકવાની પણ જગ્યા ન હતી. સીજેઆઈની સામે આ મામલો આવતાની સાથે જ સેંકડોના ગાળામાં જ સુનાવણીને ૧૦મી જાન્યુઆરી સુધી ટાળી દીધી હતી. તે પહેલા વર્ષો જુના અયોધ્યા વિવાદ કેસના મામલામાં સુનાવણી સુપ્રીમ કોર્ટે ૨૯મી ઓક્ટોબરના દિવસે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી ટાળી દીધી હતી. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના નેતૃત્વમાં રચવામાં આવેલી બેંચે અયોધ્યા વિવાદ મામલામાં સુનાવણી જાન્યુઆરી ૨૦૧૯ સુધી ટાળી દીધી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જÂસ્ટસના નેતૃત્વવાળી બેચમાં સંવેદનશીલ અયોધ્યા રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદના મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જા કે ટુંકા ગાળામાં જ મામલાની સુનાવણીને ૧૦મી જાન્યુઆરી સુધી ટાળી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.અયોધ્યા મામલાને બંધારણીય બેંચની પાસે મોકલવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધા બાદ સુનાવણીને લઇને તમામની નજર આના ઉપર કેન્દ્રિત હતી. મસ્જિદ પાર્ટીઓ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, ૧૯૮૪માં ઇસ્માઇલ ફારુકી કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાના જજમેન્ટમાં કહ્યું હતું કે, મસ્જિદમાં નમાઝ અદા કરવાની બાબત ઇસ્લામનો કોઇ ભાગ નથી. આવી સ્થિતિમાં આ ચુકાદાને ફરી એકવાર ધ્યાનથી જાવાની જરૂર દેખાઈ રહી છે જેથી આ મામલાને પહેલા બંધારણીય બેંચને મોકલવાની રજૂઆત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં અગાઉ કહ્યું હતું કે, મામલાને બંધારણીય બેંચને મોકલવામાં આવશે નહીં. રામલલ્લા વિરાજમાન તરફથી એડવોકેટ ઓનરેકોર્ડ વિષ્ણુ જૈને દલીલ કરી હતી કે સુનાવણી ખુબ મહત્વપૂર્ણ છે. હિન્દુ અને મુસ્લિમ પાર્ટીઓ વચ્ચે માલિકીના મુદ્દે સદીઓ જુના વિવાદ ઉપર હવે સુનાવણી થનાર છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ ખાતે ૨.૭૭ એકર જમીન ઉપર માલિકીને લઇને હિન્દુ અને મુસ્લીમ સમુદાયના લોકો વચ્ચે સદીઓથી વિવાદ જારી છે. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેની સામે સતત અરજીઓ કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપતા વિવાદાસ્પદ જમીનને ત્રણ ભાગોમાં વિભાજિત કરી હતી જેમાં રામલલ્લા, સુન્ની વક્ફ બોર્ડ અને નિરમોહી અખાડા વચ્ચે જમીન વિભાજિત કરી હતી. તત્કાલિન સીજેઆઈ દિપક મિશ્રા, જસ્ટીસ અશોક ભૂષણ અને જસ્ટીસ એસ અબ્દુલનઝીરની બેંચે છેલ્લા ચુકાદામાં સાત વર્ષ જુની અરજી પર વહેલીતકે સુનાવણી આડેની અડચણોને દૂર કરી હતી. અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકીને આ અરજી દાખલ કરવામાં આવી હતી. સાથે સાથે પેન્ડિંગ અરજીઓને પાંચ જજની બેંચ સમક્ષ મોકલી દેવાની મુસ્લીમ પાર્ટીઓની અપીલને પણ સુપ્રીમકોર્ટે ફગાવી દીધી હતી. બહુમતિ સાથે ચુકાદો આવ્યો હતો.સુપ્રીમ કોર્ટે ૨૭મી સપ્ટેમ્બરના દિવસે પાંચ સભ્યોની બેંચના મસ્જિદમાં નમાઝ ઇસ્લામ માટે ફરજિયાત નહીં ગણાવવાના અગાઉના ચુકાદાને યોગ્ય ઠેરવીને આને મોટી બેંચને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો. મસ્જિદમાં નમાઝને લઇને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ કેસને પાંચ જજની બેંચને સોંપવાનો સાફ શબ્દોમાં ઇન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપતી વેળા કેટલાક તારણો પણ રજૂ કર્યા હતા. તત્કાલિન ચીફ જસ્ટીસ દિપક મિશ્રા અને જસ્ટીસ અશોક ભુષણે ૨-૧ની બહુમતિથી આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતી વેળા કેટલીક રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાને મોટી બેંચને મોકલી દેવાની માંગ ફગાવી દેવામાં આવી હતી. રામમંદિર માટે થનાર આંદોલન દરમિયાન છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ મામલામાં અપરાધિક કેસની સાથે સાથે અન્ય કેસ ચાલ્યા હતા. ટાઇટલ વિવાદ સાથે સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણ પક્ષો વચ્ચે જે જાગવાઈ છે તે મુજબ વચ્ચેનો હિસ્સો હિન્દુઓનો રહેશે જ્યાં હાલમાં રામલલ્લાની મૂર્તિ છે. નિરમોહી અખાડાને બીજા હિસ્સો આપવામાં આવ્યો હતો જેમાં સીતા રસોઈ અને રામ સંકુલ છે. બાકી એક તૃતિયાંશ હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો હતો. આ તમામ મામલામાં હોબાળો થયો હતો. આ ચુકાદાને તમામ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. નવમી મે ૨૦૧૧ના દિવસે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મુકીને સ્થિતિને યથાવત રાખવાનો આદેશ કર્યો હતો. અયોધ્યા કેસમાં સુનાવણી ચલાવતી વેળા સુપ્રીમની બેંચે મસ્જિદમાં નમાઝ અંગે ૧૯૯૪ના ચુકાદાને મોટી બેંચને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે મસ્જિદ ઇસ્લામના અખંડ ભાગ તરીકે છે કે કેમ તે સંદર્ભમાં ૧૯૯૪ના ચુકાદા ઉપર ફરીથી વિચારણા કરવા મોટી બેંચને આ મામલાને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો. પાંચમી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે જ્યારે અયોધ્યા મામલાની સુનાવણી શરૂ થઇ ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ મામલો માત્ર જમીન વિવાદનો છે પરંતુ મુસ્લીમ પક્ષકાર તરફથી રજૂ થયેલા રાજીવ ધવને દલીલ કરી હતી કે, નમાઝ અદા કરવાનો અધિકાર છે અને તેને યોગ્યરીતે રાખવો જાઇએ. …