www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ધારી વન વિભાગનાં કથિત ભ્રષ્‍ટાચારની તપાસનો ધમધમાટ

ધારી ગીર પૂર્વ વન વિભાગની સરસીયા રેન્‍જમાં બોગસ વાઉચર બનાવી ઉચાપત ભ્રષ્‍ટાચાર આચરવામાં આવતા ગાંધીનગર અગ્ર મુખ્‍ય વન સંરક્ષક દ્વારા સમગ્ર ભ્રષ્‍ટાચારની તપાસ ચાલુ કરવામાં આવતા અનેકના તપેલા ચડી જવાની શકયતાઓ સેવાઈ રહી છે.

આ અંગેની વિગતો મુજબ ધારી નજીક કરોડોના ખર્ચે બનેલ સફારી પાર્ક સહિતના કામોમાં વ્‍યાપક ભ્રષ્‍ટાચાર આચરવામાં આવતા અરજદાર દ્વારા ઉચ્‍ચ કક્ષાએ તપાસની માંગ કરીહતી. જે અંતર્ગત વન વિભાગની વડી કચેરી અગ્ર મુખ્‍ય વન સંરક્ષકની તકેદારી શાખા દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં અરજદાર દ્વારા દસ્‍તાવેજી પુરાવા તથા ફોટોગ્રાફી પુરાવા સાદર કર્યા હતા. જેમાં આ દુનિયામાં ન હોય તેવા ઈસમોના નામે બોગસ વાઉચર બનાવી ઉચાપત કરવામાં આવી હતી. અને સરકારી નાણા સરકારી બાબુઓએ પોતાના ખીસ્‍સામાં ભર્યા હતા. તેમજ વન સંરક્ષણ માટે ઉછેરવામાં આવતા રોપા તથા ફાધર લાઈનની કામગીરીમાં પણ બોગસ વાઉચર બનાવી ઉચાપત કરવામાં આવી હતી. જે ધારી વન વિભાગની સરસીયા રેન્‍જ હેઠળ આ ભ્રષ્‍ટાચાર વર્ષો સુધી આચરવામાં આવ્‍યો હોય સ્‍થાનિક અધિકારીઓ કયારેય તટસ્‍થ તપાસ ન કરતા હવે વન તંત્ર વડી કચેરી દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવતા ભ્રષ્‍ટાચારી આર.એફ.ઓ. બીટગાર્ડ વગેરેના તપેલા ચડી જાય તેમ જણાય   આવે છે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, કરોડોના ખર્ચે નિર્માણ પામતા સફારી પાર્કની દિવાલો પતાની માફક બે વખત ધરાશયી થઈ જવા પામી હતી.