www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી: ટ્રક અને મારૂતીવાન વચ્ચે ગોઝારો અકસ્માત: બે લોકોનાં મોત

રાજુભાઇ બસિયા બાબરા

બાબરા ના ગળકોટડી પાસે આજે વહેલી સવારે ગાંધીધામ તરફથી આવતી મારુતિ વેન અને ચાવડ તરફથી આવતો ટ્રક સામસામે અથડાયા હતા આ અકસ્માત ગાય ને બચાવવા જતા બન્યો હતો અને વેન માં બેઠેલા બે યુવાનો ના કમકમાટી ભર્યા મોત થયા હતા .તો જે ગાય ને લઈ ને અકસ્માત સર્જાયો હતો તે ગાય નું પણ મોત થયું હતું.
ગાંધીધામ રહેતા અને પોતાની મારુતિ વેન અંદર સોડા નું મશીન રાખી ગુજરાન ચલાવતા ઇમરાન ભાઈ નૂરમહમદ ભાઈ ડોડીયા ઉવ 37 પોતાનું સોડા નું મશીન બગડ્યું હોય તેને રિપેરિંગ કરાવા માટે પોતાની મારુતિ વેન Gj 13 f 1934 લઈ ને ભાવનગર આવતા હતા . તો ભાવનગર રહેતા અબ્દુલ ભાઈ કુક્સ ભાઈ ખુરેશી ઉવ 58 તે ત્યાં ગાંધીધામ લગન માં ગયાં હતાં અને લગ્નન કરી ઇમરાન ભાઈ સાથે મારુતિ વેન માં આવતા હતા ત્યારે બાબરા પાસે ગલકોટડી નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં બને ના ઘટના પર જ મોત નિપજયા હતા. જ્યારે જેના કારણે અકસ્માત સર્જાયો હતો તે ગાય નું પણ મોત થયું હતું. આ બારા ની જાણ થતા બાબરા પી એસ આઈ ગીતા બેન આહીર સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને મહા મુસીબતે બને લાશો ને બહાર કાઢવામાં આવી હતી. જ્યારે મારુતિ નો બુકડો બોલી ગયો હતો. મારનાર ઇમરાન ભાઈ છેલ્લા કેટલાક વર્ષોથી પોતાની દીકરી ગાંધીધામ સાસરે હોય તેની સાથે રહી જે મારુતિ માં મોત નીપજ્યું તેજ મારુતિ માં સોડા નું મશીન રાખી પોતાનું ગુજરાન ચલાવતાં હતા