www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ લેવા ગ્રામ પંચાયત કચેરી ખાતેથી ઓનલાઈન અરજી કરવી

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના જાહેર કરવામાં આવેલ છે. આથી નીચેની વિગતે લાભ લેવા અમરેલી જિલ્લાના સર્વે ખેડૂત ખાતેદારોએ ગ્રામ પંચાયત કચેરી ખાતે ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત નાના અને સિમાંત ખેડૂતો કે જેઓના કુટુંબના ભાગે બે હેકટર સુધીની જમીન ધરાવતા હોય અને તા.૧/૨/૨૦૧૯ની સ્‍થિતિએ તેઓના નામ રેવન્‍યુ રેકર્ડમાં નોંધાયેલ છે. તેવા તમામ સ્‍વતંત્ર કુટુંબને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. પતિ, પત્નિ અને માઈનોર બાળકો (૧૮ વર્ષથી ઓછી ઉંમરના)ને એક કુટુંબ ગણવામાં આવશે. આ યોજના હેઠળ આવા તમામ ખેડૂત કુટુંબને વાર્ષિક રૂપિયા છ હજારની સહાય ત્રણ સમાન હપ્‍તામાં ચૂકવવામાં આવશે. ખેડૂત કુટુંબની એક કરતાં વધુ જગ્‍યાએ જમીન હોય તો તે તમામ જમીન એકત્રિત કરીને જો બે હેકટર સુધી થશે તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. અરજી કરતી વખતે આધારકાર્ડ, બેંક પાસબુકની નકલ (ISFC કોફ સાથે), ૮-અ, ૭-૧૨, મોબાઈલ નંબર અને એકરાર નામું સાથે રાખવાનું રહેશે. વધુ માહિતી માટે જે તે ગામના તલાટી અને તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, અમરેલીની યાદીમાં જણાવેલ છે.