www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

VIDEO : રાષ્ટ્રનું ઘડતર કરનાર શિક્ષકોએ તેનો અધિકાર માંગવા આંદોલન કરવું પડે એ રાજ્યની શરમ જનક ઘટના : પરેશ ધાનાણી

[wpdevart_youtube]kxo94nNy4wY[/wpdevart_youtube]

રાજ્યના 2.15 લાખથી વધુ સરકારી શાળાના શિક્ષકો સામુહિક રજા પર છે અને પડતર માંગોને લઈ રૂપાણી સરકાર સામે આંદોલનના માર્ગે છે. રાજ્યભરમાંથી આવેલા શિક્ષકોએ ગાંધીનગર બાનમાં લીધું છે. આ સાથે વિધાનસભા ગેટ-7 પર રૂપાણી હાય-હાયના નારા લાગ્યા છે. હાલમાં પોલીસ એસ.પી. અને આઈ.જી સહિતનો હજારોનો પોલીસ કાફલો સુરક્ષામાં ગોઠવાયો છે. અંદાજે 2 હજારથી વધુ શિક્ષકોની અટકાયત કરાયી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંધ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નો મુદ્દે રાજ્યના સવા બે લાખ શિક્ષકો આજથી હડતાળ પર ઉતર્યા છે. શિક્ષકોની માગ છે કે, 1997થી ફિક્સ પગારના શિક્ષકોની નોકરીને સળંગ ગણવામાં આવે, અલગ ગ્રેડ પે, નવી ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે, સાતમા પગાર પંચની ભલામણોનો અમલ વગેરે માંગો મૂકવામાં આવી છે.પરેશ ધાનાણીએ શિક્ષકોના સૂરમાં સૂર પુરાવ્યો છે, તેઓ આંદોલનમાં પણ જોડાયા વિરોધપક્ષના નેતા ધાનાણી અને કોંગી ધારાસભ્યોએ શિક્ષકોની વાત સાંભળી