www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

સૌરાષ્ટ - કચ્છ

ગિરનાર શિવરાત્રીમેળાનું સ્‍થળ નીરિક્ષણ કરતા વનમંત્રી ગણપતભાઈ વસાવા

જૂનાગઢ તા.૨૩ જૂનાગઢના ભવનાથ ખાતે યોજાનાર શિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્‍યારે આજે
તા.૨૩ના વનમંત્રીશ્રી ગણપતભાઈ વસાવા, મંત્રીશ્રી વિભાવરીબેન દવેએ ભવનાથ ખાતે મહાશિવરાત્રી મળા સ્‍થળની જાત મુલાકાત
લીધી હતી. જેમાં મંત્રીશ્રીએ પ્રકૃતિધામ ખાતે યોજાનાર વિવિધ કાર્યક્રમો અને તે સંદર્ભે આનુસાંગિક વ્યવસ્થાઓ સંદર્ભે અમલીકરણ
અધીકારીઓ પાસેથી માહિતી મેળવી આવશ્યક સુચનાઓ આપી હતી. રાજ્ય અને રાષ્ટ્રનાં વિવિધ ધર્માલયોમાંથી પધારનાર સંતોગણનાં
નિવાસ માટે કરવામાં આવેલ વ્યવસ્થા અને તેમાં ઉપલબ્ધ કરવામાં આવેલ સુવિધાઓ સંદર્ભે માહિતી મેળવી હતી., ઉપરાંત મહાદેવનાં
આરાધના ધામ ભવનાથ તિર્થક્ષેત્રમાં આ વર્ષનાં શિવરાત્રીનાં મેળામાં પ્રથમવાર યોજાનાર ૫૧ લાખ રૂદ્રાક્ષના શિવલીંગની પુજા થનાર છે
ત્‍યા મુલાકાત લીધી હતી,આ બાબતે કલેકરશ્રીને જરૂરી સૂચનો આપ્‍યા હતા. તળેટીમાં સ્‍થિત ભારતી આશ્રમ ખાતે સંત સત્સંગ અને
સંતોનાં ઉતારા સંદર્ભે પણ સમીક્ષા સાથે અધિકારીઓની પાસેથી અને ભારતીઆશ્રમ ખાતે મુલાકાત લઇ પુ. વિશ્વંભર ભરાતીબાપુ
પાસેથી જાણકારી મેળવી હતી. ભવનાથ મંદિર ખાતે મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા અને સુશ્રી વિભાવરીબેન દવેએએ મુલાકાત લઇ
ભોળાનાથ ભવનાથનાં દર્શન પૂજન-અર્ચન કર્યા હતા. સાથે સાથે દામોદરકુંડ તિર્થ સ્થળે યાત્રીકો માટે ઉભી કરવામાં આવેલ સવલતો,
કુંદની સ્વચ્છતા સહિત માળખાગત વ્યવસ્થાઓ અને મેળા સંદર્ભે મહાનગરપાલીકા દ્વારા હાથ ધરાયેલ
કામગીરીની વિગતો મેળવી અને ભગવાન દામોદરરાયજીનાં તિર્થે પુઝન અર્ચન કરી અધીકારીઓને વધુ સારી
સવલતો સંદર્ભે સુચનાઓ આપી હતી. મંત્રીશ્રીનાં ભવનાથ શિવરાત્રી મેળા સ્થળની માળખાગત સુવિધાની
જાણકારી મેળવતા પુર્વે વનવિભાગનાં રેસ્ટ હાઉસ ખાતે મુખ્ય વનરક્ષક મહેતા, મુખ્ય વન સંરક્ષકશ્રી ડી.ટી. વસાવડા,
કલેકટરશ્રી સૈારભ પારઘી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સૈારભસીંઘ, નાયબ વનરક્ષક ધીરજ મીતલ, નાયબ વનરક્ષક સુનીલ બેરવાલ
સહિત અધિકારી પાસેથી મેળામાં સારી સુવિધાઓ અને યાત્રીકોની સુખ સવિધા માટે વધારે સારૂ શૂં કરી શકાય તે અંગે સમીક્ષા બેઠક
યોજી હતી. ભવનાથ તિર્થક્ષેત્રની મંત્રીશ્રીની મુલાકાત વેળાએ જૂનાગઢ મહાનગરનાં મેયરશ્રી આદ્યાશક્તિબેન મજમુદાર, ગિરનાર
યાત્રાધામ વિકાસ સત્તા મંડળનાં શૈલેષભાઇ દવે, શ્રી પ્રદિપભાઇ ખિમાણી, સુશ્રી ચંદ્રીકાબેન
રાખશીયા,મોહનભાઇ પરમાર, વિમલભાઇ ઉપાધ્યાય, સંતગણ સહિત વિવિધ વિભાગનાં અધિકારીશ્રીઓ અને
અગ્રણીઓ સહભાગી બન્યા હતા.