www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢમાં શિવરાત્રી મેળા અંતર્ગત મશાલ રેલી યોજાઈ

આગામી તા. 27 માર્ચથી વિધિવત શરૂ થઈ રહેલા ગિરનાર શિવરાત્રી મેળા 2019 અંતર્ગત શહેરી જનો પણ મેળો માણી શકે અને સરકાર
શ્રી ના વિશિષ્ટ આયોજન માં સહભાગી બને તે માટે જૂનાગઢમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું .શહેરના આઝાદ ચોક થી
બહાઉદ્દીન કોલેજ સુધી મશાલ રેલી તારીખ ૨૨ માર્ચ ના રોજ સાંજે યોજાઇ હતી, જેમાં એનસીસીના કેડેટસ જોડાયા હતા. આ પ્રસંગે
પ્રાંત અધિકારી શ્રી જવલંત રાવલ ,નાયબ કમિશનર શ્રી નંદાણીયા સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જૂનાગઢના ભવનાથ
ખાતે યોજાનાર શિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે,ત્યારે જૂનાગઢ નરગવાસીઓ પણ મેળાની તડામાર
તૈયારી માટે થનગની રહ્યા છે શહેરીજનો પણ શીવરાત્રીનાં મેળામાં સરકારશ્રીનાં વિવિધ આયોજનોમાં સહભાગી
બની મેળામાં જોડાય અને લોકજાગૃતિ કેળવાય તે હેતુ મશાલ રેલી નગરનાં રાજમાર્ગ પરથી પસાર થઇ ત્યારે
નગરજનોએ રેલીને વધાવી હતી.