www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

સૌરાષ્ટ - કચ્છ

સોમનાથ દ્રિતિય દ્રાદશ જ્યોતિર્લિંગ સમારોહ દેશની એકતા, અખંડિતતા અને શ્રદ્ધાને મજબુત કરશે : વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સોમનાથ ખાતે દ્રિતિય દ્રાદશ
જ્યોતિર્લિંગ સમારોહ-૨૦૧૯માં સોમનાથ મહાદેવના દર્શન કરી આસ્થા પૂર્વક જણાવ્યું કે,
સંસારના સર્વજન કલ્યાણ શિવની આરધના સાથેનો આ સમારોહ ભારતની એકતા, અખંડિતતા
અને શ્રદ્ધાને મજબુત બનાવશે.
મુખ્યમંત્રીશ્રીએ દ્રાદશ જ્યોતિર્લિંગ સમારોહમાં પધારેલા વિવિધ રાજ્યોના સંતો,
શિવભકતો તેમજ ઉજ્જૈન મહાકાલેશ્વરના ભક્તોને આવકાર્યા હતા. સોમનાથ મહાદેવનું મંદિર
અનેક આક્રમણો છતા પુન:સ્થાપિત થયું અને તેના નવ નિર્માણમાં સરદાર વલ્લભભાઇ પટેલના
સંકલ્પ અને વિરાટ કાર્યને વંદન કર્યા હતા. સોમનાથદાદાનાં સ્વયં પ્રગાટ્ય શિવલીંગનાં દર્શન
કરી ભક્તો દિવ્યતાની પ્રતિતી કરે છે, તેમ પણ કહ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સરદાર પટેલના એક ભારત શ્રેષ્ઠ ભારતનાં વિરાટ કાર્યોનો ઉલ્લેખ
કરતા કહ્યું કે, તેમને કાશ્મીરનું કાર્ય સ્વતંત્ર સોંપવામાં આવ્યુ હોત તો આજે કાશ્મીરની સ્થિતિ
જુદી હોત. મુખ્યમંત્રીશ્રીએ શિવ સમગ્ર માનવજાતનું કલ્યાણ કરનારા, વિષ પીને પણ સંસારનું
દુખ દુર કરનારા છે. તેમની આરાધના જીવથી શિવ સુધીનું મિલન કરાવે છે. મુખ્યમંત્રીશ્રીએ
ગુજરાતનાં યાત્રાધામોના વિકાસ અને સ્વચ્છતા માટે સરકારશ્રી દ્વારા શરૂ કરેલા અભિયાનની
માહિતી આપી જ્યાં સ્વચ્છતા ત્યા પ્રભુતાનાં મંત્રને વરેલી આ સરકાર છે તેમ પણ કહ્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા પ્રથમ વખત જુનાગઢનાં ભવનાથનાં મેળાને ગીરનાર શિવરાત્રી કુંભ
મેળા તરીકે વિશિષ્ટ અને ગરીમા પૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંગે શિવ ભક્તોને
શુભેચ્છા આપી સહભાગી થવા અનુરોધ કર્યો હતો. સોમનાથ મંદિર વધુને વધુ કિર્તિમાન, દિવ્ય અને ભવ્ય બની રહ્યુ

છે તે અંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, શ્રી અમિતભાઇ શાહ અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેનશ્રી કેશુભાઇ પટેલ
સહિતના મહાનુભાવોના પ્રયાસો અને દાતાઓના યોગદાનની મુખ્યમંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ મહામૃત્યુંજય યજ્ઞમાં સહભાગી થઇ આહુતી આપી દર્શન કર્યા હતા. સોમનાથ મંદિર
પરિસરમાં દ્વાદશ જ્યોતિર્લિંગ પરિસરની ભસ્મ,જળ અને માટીથી બનાવેલ ૧૨ શીવલિંગના
મુખ્યમંત્રીશ્રી દર્શન કરી પૂજન કર્યુ હતુ.
સોમનાથ ટ્રસ્ટના ચેરમેનશ્રી કેશુભાઇ પટેલે સોમનાથ મંદિરમાં યાત્રાળુઓ માટે વિવિધ
સુવિધાઓની માહિતી આપી હતી. આ ઉપરાંત તેઓએ પ્રભાસ ક્ષેત્રના ભવ્ય ઇતિહાસ, શ્રી
કૃષ્ણના તીર્થ સ્થળો, ભાલકાતીર્થ,ત્રિવેણી સંગમ અને હરિથી હરની કથાની રસપ્રદ માહિતી
આપી હતી.
શ્રી કેશુભાઇ પટેલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના જનકલ્યાણના કાર્યોની પ્રશંસા
કરી હતી.ગુજરાતમાં સતત બીજા વર્ષે યોજાય રહેલા જળ અભિયાનથી ૧૪૦૦૦ તળાવો નવ
સાધ્ય થશે તે વિરાટ કાર્યને આવકારી ગુજરાતને સમૃદ્ધ જળ વારસો મળશે તેમ જણાવ્યુ હતુ.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરીશ્રી પી.કે.લહેરીએ કહ્યુ કે, સૌ પ્રથમ દ્વાદશ સમારોહ
ઉજ્જૈન તીર્થ સ્થળ ખાતે યોજાયો અને ત્યાથી ઓલમ્પીક ધ્વજની જેમ દ્વાદશ જ્યોતિર્લિંગ ધ્વજ
સોમનાથ લાવી આ સમારોહ સોમનાથ પરિસરમાં યોજવામાં આવ્યો છે. આ ધ્વજ એક વર્ષ
સુધી સોમનાથ મંદિર ખાતે યાત્રાળુઓના દર્શનાર્થે રહેશે.
આ સમારોહમાં સૌ પ્રથમ કાશ્મીરના પુલવામા હુમલાના શહિદોને મુખ્યમંત્રીશ્રી સહિતના
મહાનુભાવો-ભક્તોએ શ્રદ્ધાંજલી આપી હતી.
આ સમારોહમાં અમદાવાદ શીવનંદ આશ્રમના સંત શ્રી આદ્યાત્મનંદ, સાંસદશ્રી ચુનિભાઇ
ગોહેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ રૈયાબેન જાલંધરા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ
મંજુલાબેન સુયાણી, પ્રવાસન નિગમના ડીરેક્ટરશ્રી ઝવેરીભાઇ ઠકરાર, પૂર્વ મંત્રીશ્રી જશાભાઇ
બારડ, પૂર્વ સાસંદશ્રી દિનુભાઇ સોલંકી, જિલ્લા કલેક્ટરશ્રી અજય પ્રકાશ, જિલ્લા વિકાસ
અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી જે.ડી.પરમાર,જનરલ મેનેજરશ્રી
વિજયસિંહ ચાવડા સહિત અધિકારીઓ પદાધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાહતા.