www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

સૌરાષ્ટ - કચ્છ

સોમનાથ મહાદેવના દર્શન-પુજા-અર્ચના કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

ભારત વર્ષના શ્રદ્ધાના પરમ કેન્દ્ર એવા સોમનાથ મહાદેવના મંદિરે મુખ્યમંત્રીશ્રી
વિજયભાઇ રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
સોમનાથ ખાતે દ્રિતિય દ્રાદશ સમારોહમાં સહભાગી થતા પૂર્વે મુખ્યમંત્રીશ્રીએ સૌ પ્રથમ
સોમનાથદાદાના દર્શન અને જલાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ઉજ્જૈન
મહાકાલેશ્વર ખાતેથી આવેલ દ્રાદશ જ્યોતિર્લિંગ સમારોહના ચાંદી જડીત ધ્વજદંડનુ પણ આસ્થા
પૂર્વક પૂજન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સોમનાદાદાને શિશ નમાવી ગુજરાતની શાંતિ, સલામતી અને પ્રગતિની
પ્રાર્થના કરી હતી.
સોમનાથ મંદિરમાં દર્શન વેળાએ સોમનાથ ટ્રસ્ટના ચેરમેનશ્રી કેશુભાઇ પટેલ, સાંસદશ્રી
ચુનિભાઇ ગોહેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ મંજુલાબેન સુયાણી, પ્રવાસન નિગામના
ડીરેકટરશ્રી ઝવેરીભાઇ ઠકરાર, પૂર્વ મંત્રીશ્રી જશાભાઇ બારડ, પૂર્વ સાંસદશ્રી દિનુભાઇ સોલંકી,
જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર, સોમનાથ
ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી જે.ડી.પરમાર, જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા સહિત અધિકારીઓ
પદાધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.