www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ધારીમાં ભાગેલા પ્રેમીપંખીડાને શોધવા પરિવાર આવી જતા બંનેએ દોડીને કૂવામાં ઝંપલાવ્યું

ધારી તાલુકાના નબાપરા ગામની સીમમા ખેત મજૂરીનું કામ કરતા દાહોદ પંથકના યુવક-યુવતી વચ્ચે પ્રેમસંબંધ હોય અને વતનમાંથી ભાગીને અહીં આવ્યા હોય પરિવાર બંનેને શોધવા વાડીએ આવી પહોંચતા આ યુવક-યુવતીએ દોડીને કૂવામા ઝંપલાવી દીધું હતું. જેના પરીણામે બંનેનું ડૂબી જવાથી મોત થયું હતું. ઘટનાને પગલે ધારી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કંથાગરા ગામના કલ્પેશ નાનજીભાઇ બારૈયા (ઉ.વ.27) અને લક્ષ્મી મોહનભાઇ રંગજીભાઇ (ઉ.વ.20) વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ બંને પ્રેમીઓ લગ્ન કરવાના ઇરાદે વતનમાંથી નાસી ગયા હતા અને ધારીના નબાપરાની સીમમાં આવી એક વાડીમાં ખેતમજૂર તરીકે કામે લાગી ગયા હતા.