www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત સૌરાષ્ટ - કચ્છ

સોમનાથ તીર્થધામમા શિવરાત્રિ મહોત્સવની ભવ્ય તૈયારીઓ શરૂ લાખો ભાવિકો શિવકૃપા પ્રાપ્ત કરવા સોમનાથ પહોચશે

યાત્રીના વિશાળ સમુદાયને ધ્યાનેરાખી મંદિર વહેલીસવારે ૪ વાગ્યે ખુલશે, વેરાવળ થી સોમનાથ સુધી શોભાયાત્રા તેમજ પાલખી યાત્રા યોજાશે,મહામુર્ત્યૂજય યજ્ઞ-હોમાત્મક લધુરુદ્ર-જ્યોતપૂજન-ચાર પ્રહરનું વિશેષ પૂજન-આરતી,ધાર્મિક-આધાત્મિક-સાંસ્ક્રુતિક કાર્યકર્મોનો ત્રિવેણી સંગમ રચાશે.

પ્રતિવર્ષ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વ ની પારંપારિક ઉજવણી કરવામાં આવતી હોય છે.સોમનાથ મંદિર શિવરાત્રિ પર્વ સવારે ૪-૦૦ થી લઈ સતત ૪૨ કલાક ભકતજનો માટે ખુલ્લુ રહે છે. ચાર પ્રહરની વિશેષ પુજા આરતી,પાલખી યાત્રા,ધ્વજારોહણનું ધાર્મિક-સાંસ્ક્રુતિક આયોજન કરાય છે,જેમાં ઉપસ્થિત રહી લાખો ભક્તો શિવમય બનશે સોમનાથના માર્ગો શિવભકતોથી ઉભરાઇ આવે છે. પ્રભાસ ક્ષેત્રમાં જય સોમનાથ નો નાદ ગુંજી ઊઠે છે.

શિવરાત્રિ મહોત્સવ-૨૦૧૯ ને લક્ષ્‍યમાં લઈ સોમનાથ આવતા ભાવિકો વિશેષ શિવભક્તિ કરી શકે તેવા હેતુથી તા.૦૩-૦૩-૧૯ તથા તા.૦૪-૦૩-૧૯ ના મહામુર્ત્યૂજય યજ્ઞનું આયોજન છે. જેથી મોટી સંખ્યામાં ભાવિકો યજ્ઞ, પૂજાવિધિમાં જોડાઈ કૂતાર્થ થશે.મહાદેવજીને સમગ્ર વર્ષમાં કરેલ શિવપૂજાઓ જેટલું પુણ્ય હોય, તે માત્ર શિવરાત્રીએ શિવ પૂજા-દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે જેમને ધ્યાને રાખી મહાશિવરાત્રિએ મોટીસંખ્યામાં ભાવિકો તત્કાલ શિવપુજન,ધ્વજાપૂજન કરી શકે તે માટે વિશેષ આયોજન કરાયું છે.

પ્રથમ વખત શિવરાત્રિ પર્વ પથિકાશ્રમ ડોમ ખાતે રાજય સરકારના ઇંડેક્સી વિભાગ દ્વારા સ્થાનિક કલાકારો એ તૈયાર કરેલ નમૂનેદાર હેન્દિક્રાફ્ટ ની ચીજવસ્તુઓનો લાભ શિવરાત્રિ પર્વ આવતા યાત્રિકોને વિશેષ રીતે મળી રહેશે મહોત્સવનો પ્રારંભ પારંપારિક ધ્વજાપૂજન થી થશે,મહામૂર્તયૂજય યજ્ઞ, દ્વાદશ જ્યોતિલિંગદર્શન-પ્રદક્ષિણા,સેલ્ફી પોઈન્ટ,મહાશિવરાત્રી એ સવારે ૧૧ થી ૧૨ દરમ્યાન પરિસરમાં બ્રાભ્રણો દ્વારા વેદગાન,પાલખીયાત્રા સહિત વિશેષ આર્કષ્ર્ન રહેશે

મહાશિવરાત્રિના દિવસે સોમનાથ મંદિર,સોમનાથ મંદિર પ્રવેશ દ્વારા સહિત લાઇટિંગથી સુશોભિત કરવામાં આવશે.તેમજ અમદાવાદનાં ભાવિક દ્વારા સુંદર પુષ્પો-હારા-તોરણોથી મંદિરને શુશોભિત કરવામાં આવશે.સોમનાથ ટ્રસ્ટની એલ.ઇ.ડી. સ્ક્રિનમાં લોકો કતારબંધ રહીને પણ સોમનાથ જીના દર્શન કરી ધન્ય પ્રાપ્ત કરી શકે તે રીતે આયોજન કરવામાં આવેલ છે જુદા-જુદા દાતા ઓના સહયોગ થી મહાશિવરાત્રી પર્વ દર્શનાથ પધારતા યાત્રીઓને મહાપ્રસાદ,ફરાળ ની:શુલ્ક મળી રહે તે પ્રકારની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે જેમાં પરિવાર બાઢ્દા આશ્રમ તેમજ ગુપ્તા પરિવાર દ્વારા ભોજન-પ્રસાદ્દ-ભંડારનું પણ આયોજન કરવામાં આવ્યું છે

વેરાવળ પાટણના નગરજનો ના ઉત્સાહને ધ્યાને રાખી ભવ્ય પાલખીયાત્રા આયોજન વેરાવળ ની અને પાટણની નગરચર્ચા કરશે ભગવાન સોમનાથ સોમનાથ મહાદેવની પાલખીયાત્રા વેરાવળ થી સોમનાથ સુધીની યોજાશે,ભોઇ સોસાયટી,ભૈરવનાથ ચોક થી ભવ્ય પદયાત્રા નિકરશે જેમાં ધાર્મિક ગીતોના સથવારે વિવિધ ધૂનમંડળો,રાસમંડળો,સાથે ભવ્ય પાલખીયાત્રા નિકરશે રસ્તામાં આવતા અનેક વિસ્તારના લોકો શોભાયાત્રાનું સ્વાગત કરશે તેમજ ભગવાન સ્વ્યમ જયારે નગરચર્ચા પસાર થઈ રહ્યા હોઈ ત્યારે શ્ર્ધાળુઓ હરખભેર પુષ્પોથી ભગવાનની કૃપા પ્રાપ્તિ કરશે.

સોમનાથ પરિસર સમુદ્ર ઉધાન ચોપાટી ગ્રાઉંડ ખાતે રાત્રે તા.૦૩-૦૩-૧૯ ના તથા તા.૦૪-૦૩-૧૯ ના સોમનાથ ટ્રસ્ટ દ્વારા સાંસ્ક્રુતિક કાર્યકર્મો યોજાશે જેમાં તા.૦૩-૦૩-૧૯ ના વિવિધ ગૃપો દ્વારા નુત્યથી આરાધના તથા તા.૦૪-૦૩-૧૯ નુત્યનાટિકા તથા લોકસાહિત્ય અને શિવભજનો થી નિરમલદાન ગઢવી તથા સાથીવ્રુંદ ની પ્રસ્તુતિ, આ બે દિવસો દરમ્યાન કલાકારો ભરતનાટ્યમ,કથક,કુચિપુડી,ભાતીગળ,લોકનુત્ય,શાસ્ત્રીયનુત્ર્ય,રાસગરબા તથા ડાયરો સહિત કાર્યકર્મો દ્વારા નટરાજની વંદના કરશે.

સોમનાથ ટ્રસ્ટના માન અધ્યક્ષ કેશુભાઈ પટેલ તથા ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી ના માર્ગ દર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટના અધિકારી તથા કર્મચારીઓ ઉત્સાહ ભેર શિવરાત્રિ મહોત્સવે આવનાર યાત્રીઓનિ વ્યવસ્થા હેતુ કામે લાગેલી છે,દિવ્યાંગોને સહાયતા સ્વાગત કક્ષ થી મળશે વુર્ધ્ધો તથા અશકતો તેમજ દિવ્યંગ યાત્રિકો માટે પાર્કિંગ થી મંદિર સુધી પહોચાડવા માટે વિનામુલ્યે રિક્ષાની વ્યવસ્થા સાથે જ સ્વાગત કક્ષ થી મંદિર સુધી ઇ-રિક્ષા વ્હીલચેર ની વ્યવસ્થા કરવામાં આવશે યાત્રિકોના ઘસારાને ધ્યાને રાખીને વિશેષ કલોકરૂમ ,શું હાઉસ,પૂજાવિધિ તેમજ પ્રસાદી કાઉન્તરો ની વ્યવસ્થા કરવામાં આવનાર છે શિવરાત્રિ પર્વ ઈમરજન્સી સારવાર માટે મેડિકલ ટિમ તૈનાત રહેશે શિવરાત્રિના રોજ ૨૪*૭ સ્વાગત/પૂછપરછ કેન્દ્ર મંદિરના મુખ્ય પ્રવેશ પાસે કાર્યરત રહેશે જેમના સંપર્ક માટે મો.૯૭૨૬૦૦૧૦૦૮ તથા મો.૯૪૨૮૨૧૪૯૧૭ રહેશે

સોમનાથમાં મહાશિવરાત્રી એ આવનાર લાખો યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે કતાર બંધ દર્શન થઈ રહે તમામ પ્રાથમિક સુવિધા જેવી કે પીવાનું પાણી,આરોગ્ય લક્ષી,સ્વ્સ્છતા તેમજ સુર્ક્ક્ષા ,કતારબંધ દર્શન કરવા વિગેરે માટે ગીર સોમનાથ નું જિલ્લા વહીવટી તંત્ર,જિલ્લા પોલીસ ,નગરપાલિકા,તેમજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટીમવર્ક કરી આયોજનો કરવામાં આવી રહેલ છે

શિવરાત્રીએ યાત્રીઓને મુશ્કેલી ન પડે,તે હેતુ બાયપાસ સર્કલ થી પ્રજાપતિ ની વાડી પાસે થઈ સોમનાથ પાર્કિંગ સુધી પહોચવા માર્ગ સુવિધાસભર રહેશે યાત્રિકોના ઘસારા ને ધ્યાને રાખીને મહાશિવરાત્રી ના તા.૦૪/૦૩/૧૯ ના દિવસે એક માર્ગીય પ્રવેશ શંખ સર્કલ થી હમીરજી સર્કલ સુધી નો રહેશે જયારે બહાર નીકળવા માટે હમીરજી સર્કલ થઈ રામ મંદિર સામે સીસીરોડ પર થી સીધા બાયપાસ સર્કલ સુધી પહોચી શકાશે યાત્રીઓ બહારથી આવતા હોઈ ત્યારે સૂક્ષ્‍મ પ્રકારથી લઈ દરેક નકામી વસ્તુ કચરા ટોપલીમાં જ નાખે તેમજ સ્વ્સ્છતા ત્યાં પ્રભુતા ના સૂત્રવાકય સાકાર કરવા સહયોગ આપે તેવી સોમનાથ ટ્રસ્ટ તેમજ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે.

તા.૦૩-૦૩-૧૯ અને તા.૦૪-૦૩-૧૯ મહાશિવરાત્રી મહોત્સવ-૨૦૧૯ દરમ્યાન વેરાવળ થી સોમનાથ મંદિર સુધી પાલખી યાત્રા,સાંસ્ક્રુતિક કાર્યકર્મો,મહામુર્ત્યુજયયજ્ઞ -હોમત્મક લઘુરુદ્ર,ચાર પહરની વિશેષ પુજા અને આરતી,જ્યોત પૂજન જેવા વિવિધ કાર્યકર્મો યોજાશે જેની વિગત નીચે પ્રમાણે છે.

તા.૦૩-૦૩-૨૦૧૯ ધાર્મિક-સાંસ્ક્રુતિક કાર્યકર્મ

મહામુત્યુજય યજ્ઞ નો પ્રારંભ સવારે ૭.૩૦ કલાકે, દ્વાર્દ્શ જ્યોતિલિંગ દર્શન,પ્રદક્ષિણા સવારે ૭.૩૦ કલાકે, વિવિધ સેલ્ફી પોઈન્ટ સાંસ્ક્રુતિક કાર્યકર્મ શિવ નુત્યજલી તથા નુત્ય કાર્યકર્મ સાંજે ૭.૦૦ કલાકે

તા.૦૪-૦૩-૧૯ કાર્યકર્મ

મંદિર ખુલવાનો સમય સવારે ૪.૦૦, પ્રાત મહાપૂજા પ્રારંભ સવારે ૬.૦૦,પ્રાત આરતી સવારે ૭.૦૦, મહામુત્યુજયયજ્ઞ સવારે ૭.૩૦, નુતન ધ્વજારોહણ સવારે ૮.૦૦,હોમાત્મક લઘુરુદ્ર સવારે ૮.૩૦, પાલખીયાત્રા(સોમનાથ મંદિર પરિસર)સવારે ૯.૦૦,શોભાયાત્રા (વેરાવળ થી પ્રારંભ)સવારે ૯.૦૦,મધ્યાનહ મહાપૂજા સવારે ૧૧.૦૦ મધ્યાનહ આરતી ૧૨.૦૦, શ્રુંગાર દર્શન સાંજે ૪.૦૦ થી ૮.૩૦, સાયં આરતી સાંજે ૭.૦૦,પ્રથમ પ્રહર પૂજન સાંજે ૮.૪૫,પ્રથમ પ્રહર આરતી સાંજે ૯.૩૦,જ્યોતપૂજન સાંજે ૧૦.૪૫,દ્રીતીય પ્રહર પૂજન સાંજે ૧૧.૦૦,દ્રીતીય પ્રહર આરતી સાંજે ૧૨.૩૦,તુતીય પ્રહર પૂજન ૨.૪૫,તુતીય પ્રહર આરતી ૩.૩૦,ચતુર્થ પ્રહર પૂજન ૪.૪૫,ચતુર્થ પ્રહર આરતી ૫.૩૦

તત્કાલ મહાપૂજન તેમજ ધ્વજાપૂજન ના કાર્યકર્મ મંદિર પરિસર ના સંકીર્તન ભવનમાં થશે. વેરાવળ ભોઇ સમાજ દ્વારા શોભાયાત્રા નો પ્રારંભ પ્રાત ૯.૦૦ કલાકે,ભૈરવનાથ ચોક ૮૦ ફૂટ રોડ થી શરૂ થઈ સોમનાથ પહોચશે. સાંસ્ક્રુતિક કાર્યકર્મ શિવ નુત્યજલી તથા ભવ્ય ડાયરો નિર્મલદાન ગઢવી તથા ગ્રૂપ દ્વારા-ચોપાટી ખાતે મહાશિવરાત્રી એ સવારે ૧૧ થી ૧૨ દરમ્યાન મંદિર પરિસરમાં બ્રાભ્ર્ણો દ્વારા વેદગાન