www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની રજૂઆતના પગલે કાળિયાબીડ વિસ્તારના વનવિભાગનાં ક્વાર્ટર્સ દૂર કરાશે : અડચણ દૂર થતાં રસ્તો ૩૬ મીટર પહોળો થશે

ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારના માર્ગને પહોળો કરવામાં નડતરરૂપ વનવિભાગના ક્વાર્ટર્સ હટાવવાની પ્રજાજનોની રજૂઆતોને ધ્યાને લઈ, ભાવનગર પશ્ચિમના ધારાસભ્યશ્રી જીતુભાઈ વઘાણીએ રાજ્યના વનમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાને પત્ર લખી જાણ કરતાં, અડચણરૂપ ક્વાર્ટર્સ તાત્કાલિક દૂર કરવાનો નિર્ણય લેવાતા માર્ગને 36 મીટર જેટલો પહોળો કરી શકાશે. જેના લીધે કાળિયાબીડ વિસ્તારના આશરે 50 હજાર નાગરિકોની મુશ્કેલીઓનો અંત આવશે. શહેરના કાળિયાબીડ વિસ્તારમાં દિલબહાર ટાંકીથી વિરાણી સર્કલ તરફ જતાં 36 મીટર
ડી.પી. રોડના વિકાસ માટેની વર્ષો જૂની માગણીને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા અગાઉ આ રોડની પહોળાઈ વધારવા માટેની મંજૂરી અપાઈ હતી, પરંતુ એલાઇનમેન્ટમાં વનવિભાગના ત્રણ ક્વાર્ટર્સ હોવાના કારણે આ વિકાસકાર્ય અટકી ગયું હતું અને કાળિયાબીડ વિસ્તારના આશરે 50 હજાર રહીશોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરિણામે, આ વિસ્તારના પ્રજાજનો તેમજ મહાપાલિકાની રજૂઆતોને ધ્યાને લઈ, ભાવનગર પશ્ચિમના ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા વનમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાને આ ક્વાર્ટર્સ
હટાવવા માટે તાત્કાલિક મંજૂરી આપવા પત્ર લખી જણાવાયું હતું. જેના અનુસંધાને વનમંત્રીશ્રીએ વનવિભાગના અધિકારીઓ સાથે પરામર્શ કરી, ડી.પી. રોડના એલાઇન્મેન્ટમાં આવતાં, વનવિભાગનાં ત્રણેય ક્વાર્ટરનું બાંધકામ દૂર કરવાનો પ્રજાલક્ષી નિર્ણય લેવાયો છે. આ ક્વાર્ટર્સ દૂર થતાં રસ્તો 36 મીટર પહોળો થતાં, આ વિસ્તારના હજારો નાગરિકોની રોજિંદી મુશ્કેલીઓનો અંત આવશે.