www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી ઇલેક્શન 2019

ઇલેક્શન 2019 / આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવાનાર EVM અને VVPATના ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરી ફાળવણીની પ્રક્રિયા હાથ ધરાઈ

આજરોજ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ રૂમ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી
આયુષ ઓકના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જે અંતર્ગત
આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવાનાર EVM અને VVPAT ના ફર્સ્ટ
રેન્ડમાઇઝેશન કરી ફાળવણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. વધુમાં આ મશીનો અંગે ચર્ચા કરી જરૂરી
માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
આ અંગે વધુમાં વાત કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આયુષ ઓકએ જણાવ્યું
હતું કે દર વખતની જેમ આ વખતે પણ EVMની સાચવણી માટે અદ્યતન સ્ટ્રોંગ રૂમ ઉભા કરવામાં
આવ્યા છે અને તમામ પ્રકારની સાવચેતી પણ દાખવવામાં આવી રહી છે.
આ પ્રસંગે અમરેલીના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર. જી. આલ, નાયબ કલેક્ટરશ્રી,
નાયબ માહિતી નિયામકશ્રી બી. એસ. બસિયા, મામલતદારશ્રી અને નાયબ મામલતદારશ્રીઓ તેમજ
તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને હાજર રહ્યા હતા.