www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

બાબરા પાલીકા એ મચ્છરો ને ભગાડવા લીકવીડ નાંખ્યું

બાબરા માં અમુક વિસ્તારો માં ગંદકી ના ગંજ અને બેફામ મચ્છરો ના ત્રાસ થી શહેર ની જનતા ત્રાહીમામ પોકારી ગઈ હતી અને આ વેદના મુંગા મોઢે સહન કરી રહી હતી .
આ બાબત ની એક પોસ્ટ શહેર ના એક યુવાને પોતાની ફેસબુક ના પોસ્ટ માં શેર કરી હતી અને પાલિકા ના સતાપર બેઠેલા સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યાં હતાં.
તે પોસ્ટ ને લઈ ને વર્તમાન પેપરો માં ગંદકી અને મચ્છરો ના ત્રાસ ના સમાચારો પ્રસિદ્ધ થતાં ની સાથે જ પાલિકા તંત્ર હરકત માં આવ્યું હતું અને યુદ્ધ ના ધોરણે સફાઇ ની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
પણ મચ્છરો તો એમના એમજ હતા તયારે તે બાબત ની ગંભીર નોંધ પાલિકા ના ચીફ ઓફિસર પંડિયા દ્વારા જે જગ્યા પર સતત પાણી અને ગંદકી રેહતી હોય તે શહેર ની જુદી જુદી જગીયાઓ પર બ્લીચીગ નામ નું લિકવિડ અને સાથે સાથે ડિડીટી નો છટકવા કરવામાં આવ્યો હતો. બ્લીચિંગ લિકવિડ ને જ્યાં બોવ મચ્છરો નો ઉપદ્રવ હોય અને ગંદકી ના ગંજ હોય ત્યાં ઉપયોગ કરાયો હતો.
જ્યારે ડીડીટી નો ઉપયોગ શહેર માં બધી જગીયા ઓ પર કર્યો હતો. હાલ તો પાલિકા શહેર માંથી ગંદકી અને મચ્છરો પર વીસેસ ફોકસ પાડી રહી છે તો શહેર માંથી મચ્છરો દૂર થશે કે પાલિકા મચ્છરો ને ભૂલી જશે

 

રાજુભાઇ બસિયા બાબરા