www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી જિલ્લા લોકસભા બેઠક પરથી નારણભાઇ કાછડીયા ઉમેદવારી ફોર્મ ભર્યું

અમરેલી જિલ્લા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નારણભાઇ કાછડીયાની મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું આજે પક્ષના વરીષ્ઠ નેતાઓ અને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં વિશાળ લોક સમુદાય વચ્ચે ઉદ્દઘાટન થયું હતું.આ પછી રેલીરૂપે લોકોના સહકાર વડે નારણભાઇ કાછડીયા લોકસભા અમરેલી જિલ્લા બેઠક માટે ભાજપ દ્વારા કલેકટર કચેરીએ જઇને ફોર્મ ભર્યું હતું. પુરુષોત્તમભાઇ રૂપાલા, દિલીપભાઇ સંઘાણી, હીરાભાઇ સોલંકી, બાવકુભાઇ ઉંઘાડ, કેશુભાઇ નાકરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.લોકસભા ભાજપ ઉમેદવાર નારણભાઇ કાછડીયા લોકો દ્વારા પાંચ વર્ષમાં મળેલા ભારે સહકાર બદલ આભાર માનીને છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન પ્રજાલક્ષી કરેલા કામોની વિગતો આપી હતી અને જણાવ્યું હતું કે ગઇ ચૂંટણીમાં હું દોઢ લાખની લીડથી જીત્યા હતા . આ વખતે હવે તેનાથી બમણી લીડથી મારી જીત થશે તેવી શ્રદ્ધા અને વિશ્વાસ છે. તેમાં પ્રજાએ સહકાર દેવા અપીલ કરી હતી. પુરુષોત્તમભાઇ રૂપાલાએ દેશને વિકાસ ક્ષેત્રે દિશા બતાવનાર નરેન્દ્રભાઇ મોદીની દેશની નોંધપાત્ર કામગીરીની બાબતો જણાવી દિશાવિહીન બનેલ કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢતા તેમણે વિરાટ સ્વરૂપ લઇને લોકસભાની ચૂંટણી પ્રચારકાર્યની નરેન્દ્રભાઇ એ કરેલી શરૂઆતને આમ જનતાનો ભારે લોક આવકાર સાપડી રહ્યાની વાત કરી હતી.

કોંગ્રેસે આ જિલ્લામાં વોકઆઉટ કર્યો હોય તેવી કોંગીની કફોડી સ્થિતિનો ઉલ્લેખ કરી કોંગીને આડે હાથ લીધેલ.