www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તા. પ એપ્રીલના રોજ લાઠીના પ્રવાસે

અમરેલી લોકસભા સીટના ભાજપના ઉમેદવાર શ્રી નારણભાઈ કાછડીયાને જંગી બહુમતિથી જીતાડવા આજ તા. પ એપ્રીલ ર019ના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી અમરેલી જીલ્લાના લાઠી શહેર ખાતે પધારી રહેલ હોવાનું જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હીરેનભાઈ હીરપરાએ જણાવેલ છે. પ્રમુખશ્રીએ વધુમાં જણાવેલ છે કે, આજ સાંજે પ:00 કલાકે લાઠી શહેરમાં મેઈન રોડ ખાતે પ્રદેશ પ્રમુખ શ્રી વાઘાણી ચુંટણી કાયૉલયનો શુભારંભ કરશે અને ત્‍યારબાદ કાયૅકરોને સંબોધિત કરશે. આ પ્રસંગે લોકસભા સીટ પ્રભારી શ્રી જયંતિભાઈ કવાડીયા, ઉમેદવાર શ્રી નારણભાઈ કાછડીયા, લોકસભા સીટ ઈન્‍ચાજૅ શ્રી વી.વી.વઘાસિયા, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હીરેનભાઈ હીરપરા, પૂવૅ ધારાસભ્‍ય શ્રી બાવકુભાઈ ઉંઘાડ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી મયુરભાઈ હીરપરા, જીલ્લા ભાજપ મંત્રી શ્રી જીતુભાઈ ડેર, નગર પાલીકા પ્રમુખ શ્રી મહેશભાઈ કોટડીયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રણવભાઈ જોષી, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મગનભાઈ કાનાણી સહીતના હોદેદારો, આગેવાનો અને કાયૅકરો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે.