www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભાવનગર લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે 17 ફોર્મ ભરાયાં, કુલ 33 ઉમેદવારીપત્રો રજૂ થયાં, આજે ચકાસણી કરાશે

ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2019નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ભાવનગર લોકસભા બેઠક પર તા.23/4/2019ના રોજ મતદાન યોજાશે. આ માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે આજે કુલ 11 લોકો દ્વારા 17 ઉમેદવારીપત્રો રજૂ કરવામાં આવ્યાં હતાં. આ સાથે જ ઉમેદવારી પત્રોનો કુલ આંક 33 થયો છે. આજે રજૂ કરવામાં આવેલાં ઉમેદવારી પત્રોમાં બાબુલાલવાલજીભાઈ મારુ-અપક્ષ, અજયભાઈ રામરતનસિંહ ચૌહાણ-અપક્ષ, ભરતભાઈ કાનજીભાઈ સોંદરવા- સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, સંજયભાઈ મગનભાઈ મકવાણા-અપક્ષ, વિજયકુમાર રામાભાઈ માકડિયા-બહુજન સમાજ પાર્ટી, મનહરભાઈ નાગજીભાઈ પટેલ-ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ, અનિરુદ્ધસિંહ હમીરસિંહ ઝાલા-અપક્ષ, સાગર ભૂરાભાઈ સીતાપરા-અપક્ષ, રફીકભાઈ મહમદભાઈ સૈયદ-અપક્ષ, હરેશ બાબુભાઈ વેગડ-અપક્ષ તેમજ મુકેશભાઈ રૂપસંગભાઈ ચૌહાણે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્રો રજૂ કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કુલ 16 ઉમેદવારીપત્રો રજૂ કરાયાં હતાં. આ તમામ ઉમેદવારીપત્રોની આવતીકાલ તા.5 એપ્રિલના રોજ ચકાસણી કરવામાં આવશે. ત્યાર બાદ તા.8 એપ્રિલ સુધી ઉમેદવારીપત્રોપરત ખેંચી શકાશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી હર્ષદ પટેલની યાદીમાં જણાવ્યું છે.