www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલીના જંગલની વચ્ચેથી પસાર થતાં નવાબીકાળનાં રેલવે ટ્રેક પર વનરાજાનાં ધામા,વીડિયો વાયરલ


વેરાવળનાં ધારીનાં મીટરગેજ રૂટ પર જંગલની વચ્ચેથી પસાર થતાં રેલવે ટ્રેક પર વનરાજ આવી ચડ્યા હતા. જેને લઈને 20 મિનિટ સુધી ટ્રેનને જંગલમાં જ રોકી દેવામાં આવી હતી. નવાબી કાળના આ રેલટ્રેક પર એક સાથે 3 સિંહ જોવા મળ્યાં હતાં. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઉનાળાની આ આકરી ગરમીમાં ઠંડક મેળવવા માટે સિંહો છાયામાં રેલવે ટ્રેક પર બેઠા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ વીડિયો ધારી વેરાવળનાં રેલ ટ્રેકનો હોવાનું અનુમાન છે.