www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલીમાં હાસ્ય ગુલાલ કાર્યક્રમ યોજાયો

અમરેલી હોટલ એન્જલ આયોજિત હાસ્ય ગુલાલ કાર્યક્રમનું આયોજન આશાબેન દવે અને એસ.કે. ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, રાત્રિના 9:00 કલાકે ડોક્ટર પરિવાર ભોજન સમારંભ બાદ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય ડૉ. એન.એન.દેસાઇ રેડીયોલોજિસ્ટ સ્વાતિબેન ત્રિવેદી, ડૉ. નરેન્દ્ર સોજીત્રા, ડૉ. પરમાર, આશબેન દવે દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમનું એન્કરીંગ મૂળ માચીયાળાના અને હાલ સુરત રહેતા રાજુભાઇ ત્રિવેદી દ્વારા તેમની અલગ શૈલી માં કરવામાં આવેલ. મુળ માચીયાળાના એને હાલ સુરત રહેતા કલાકાર દિલીપભાઇ વસાણિ દ્વારા હાસ્યની છોળો વરસાવી સૌને પેટ પકડી હસાવ્યા હતા. આ કાર્યક્રમમાં અમરેલી શહેરના નામાંકિત ડોક્ટર પરિવારો તથા ગર્લ્સ હાઇસ્કુલના ફિજીયોથેરાપીસ્ટ ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા.