www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત વિડિયો ગેલેરી

પરેશ ધાનાણી પાટલે બેઠાં, પાટલો ગયો ખસી, જુઓ વીડિયો હસી…

લોકસભાની ચૂંટણી પ્રચાર માટે સુરત આવેલા પરેશ ધાનાણી સહિત ત્રણ નેતાઓને ઇજા થતા રહી ગઈ હતી. કાર્યક્રમ દરમિયાન લોકોને હાથ જોડી અભિવાદન ઝીલતા પરેશ ધાનાણીનો સોફો બેસી જતા ત્રણેય નેતાઓ નીચે પડતા-પડતા બચી ગયા હતા. જ્યાં કાર્યક્રમમાં થોડીવાર માટે એકદમ સોફો પડી ગયો હતો. ચાલુ કાર્યક્રમ દરમિયાન સોફો બેસી જવાની ઘટના બાદ અન્ય કાર્યકરો અને નેતાઓ તાત્કાલિક ડાયસ પર દોડી આવ્યા હતા, અને ત્રણેય નેતાઓને સહી- સલામત રીતે ઉભા કરી અન્ય સોફા પર બેસાડ્યા હતા. સુરતના પુનાગામ સ્થિત યોગીચોક ખાતે લોકસભા ચૂંટણી પ્રચાર અને વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશના વિપક્ષ નેતા પરેશ ધાનાણી સુરત ખાતે આવ્યા હતા. પુનાગામ મુકામે આયોજિત વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમમાં હાજર પરેશ ધનાણી સહિત ત્રણ નેતાઓએ પોતાના સ્થાન ડાયસ પર હાજર સોફા પર ગ્રહણ કર્યું હતું. જ્યાં બાદમાં સોફા પરથી બેઠા-બેઠા પરેશ ધાનાણી સહિતના નેતાઓએ બે હાથ જોડી લોકોનું અભિવાદન ઝીલતા અચાનક જ સોફો નીચે બેસી ગયો હતો. જેના કારણે ત્રણેય નેતાઓ સોફાની અંદર જતા રહ્યા હતા. ઘટના બાદ થોડીવાર માટે કાર્યક્રમમાં હાજર લોકોમાં પણ સોંપો પડી ગયો હતો.