www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

રવાન્ડા-આફ્રિકામાં વરસાદી મોસમમાં મોરારીબાપુ રામગાનથી શ્રોતાઓને ભીંજવશે

રવાન્ડા-આફ્રિકામાં હાલ વરસાદી મોસમમાં શ્રી મોરારીબાપુ રામગાનથી ભાવિક શ્રોતાઓને ભીંજવશે. રવાન્ડા દેશની રાજધાની કિગાલીનગરમાં શનિવાર તા. ૨૦થી રવિવાર તા. ૨૮ દરમિયાન રામકથા યોજાનાર છે. આફ્રિકા ખંડના રવાન્ડા દેશની રાજધાની કિગાલીનગર એ આફ્રિકાનું સૌથી સ્વચ્છ શહેર છે. શાંત, સલામત આ કિગાલી જાણીતું છે. સંગીત, સાંસ્ક્રુતિક બાબતો, સંગ્રહાલય એ વિશેષતા છે. અહી પ્રાકૃતિક ઐતિહાસક સંગ્રહાલય ખાસ આકર્ષણ રૂપ છે. આમ તો આ વિસ્તાર એ ગોરીલા વાનરોનો પ્રદેશ છે. રાજધાની કિગાલી એ લગભગ ૧૦૦૦ જેટલી ટેકરીઓ પર વસેલું પ્રાકૃતિક સૌંદર્યથી ભરેલું શહેર છે. શહેરી સુખાકારી માટે વૈશ્વિક કક્ષાએ આ શહેર સ્થાન ધરાવે છે. રવાન્ડા દેશ ક્ષેત્રના હાલ વરસાદી મોસમ ચાલી રહી છે. આ વાતાવરણમાં શ્રી મોરારીબાપુ રામગાનથી ભાવિક શ્રોતાઓને ભીંજવશે. રવાન્ડાના સ્થાનિક ભાવિક શ્રોતાઓ ઉપરાંત ગુજરાત-ભારત તથા વિશ્વના અન્ય ભાગોના કથા રસિક શ્રોતાઓ કિગાલી પહોંચી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે આ કથામાં ગુજરાતમાંથી પણ અનુયાપ્ત ભાવિકો આ બે દિવસ દરમિયાન રવાન્ડા જઇ રહ્યા છે, તો કેટલાંક પહોંચી ગયા છે. અહી આફ્રિકા ખંડમાં વિશેષ આકર્ષણરૂપ રહેલા વિશાળ વિશ્વાતિ ગૃહ ખાતે રામકથાનું આયોજન થયું છે. કિગાલી-રવાન્ડા ખાતેની આ રામકથાનું જીવંત પ્રસારણ પણ ‘આસ્થા’ પર થનાર છે.